________________
જીવનાં સુખ-દુ:ખ કર્માધીન છે. જે કઇ કરીએ છીએ અને જે કં કર્યું છે તેને લીધે જ સુખ-દુઃખ પમાય છે. અસાર અને માયાવી ભાવિલાસ પામર જીવાને મુંઝવી મારે છે, સંસારી સુખની પાછળ દોડનાર જીવ જન્મ-જન્માંતરની ઘટમાળમાં સપડાય છે. આ અવિરામ દુઃખ-કલેશમાંથી છુટવું હાય તા કનાં ધન તૂટવાં જોઇએ, કર્મની સત્તામાંથી છુટવા પહેલાં કુકર્મની જગ્યાએ સુકમ સ્થાપવાં નેએ; અર્થાત્ ભાગલાલસાના સ્થાને વૈરાગ્ય, સયમ, તપ, જપ અને હિંસાને બન્ને અહિંસા વિગેરે આચરવાં જોઇએ. વૈદિક કર્મોના અનુષ્ઠાનથી ઘણા નિરપરાધ પ્રાણીઓની હત્યા થાય છે એટલુ જ નહીં પણ એ કર્મના અનુદાન કરનાર જીવ, કૃતકના બળે સ્વર્ગાદિ ભાગમય ભૂમિમાં જાય છે. એ પ્રમાણે વૈદિક ક્રિયાકલાપ પ્રત્યક્ષ કે પરાક્ષભાવે જીવનાં દુ:ખમય ભવભ્રમણમાં એક નિમિત્તરૂપ બને છે. બૌદ્ધ્મત એટલા સારુ વૈદિક કર્માંકાંડનો ત્યાગ કરવાનુ કહે છે. બૌદ્ધોની
આ મુખ્ય માન્યતા છે કે વૈદિક ક્રિયાકાંડ હિંસાના પાપથી ખરડાયેલાં છે તેમ તે નિર્વાણના માર્ગમાં સીધી કે આડકતરી રીતે અંતરાયભૂત છે; માટે વૈદિક વિધિવિધાન નકામાં છે. અહીં એટલું જણાઇ આવશે કે ચાર્વાક દર્શનની જેમ ઔદ્દર્શન વેદશાસનના વિધિ કરે છે, પણ બૌદ્ધદર્શન, ચાર્વાકાના ભાગવિલાસ સામે મજબૂત હુમલેા લઇ જાય છે. વૈદિક ક્રિયાકાંડા ત્યાગ કરવા જતાં, લાલસાના ઉંડા-અધારા કુવામાં ગબડી ન જવાય એ વિષે બૌદ્દન ખરાબર સાવચેત રહે છે. કંઠન સંયમ અને ત્યાગવડે કર્મની લેાહશૃંખલા ભાંગવા તે ઉપદેશે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org