________________
સંપ્રદાય હોય છે જ. પ્રાચીન વૈદિક સમાજમાં પણ એવા સંપ્રદાય હતા. વૈદિક ક્રિયાકલાપની સખત ભાષામાં ઝાટકણી. કાઢવી એ સહજ વાત છે. વિચારશીલ અને તત્ત્વજ્ઞાસુ વર્ગ લાંબા સમય સુધી એ પ્રકારના કર્મકાંથી સંતુષ્ટ રહી જ શકે નહીં. એટલે અર્થશન્ય ક્રિયાકાંડ, જેવાં કે યજ્ઞ સંબંધી વિધિવિધાન પર બળ વિરોધ જન્મે એમાં કઈ આશ્ચર્યની વાત નથી. ચાર્વાક દર્શનનો અર્થ વૈદિક ક્રિયાકાંડનો સતત વિરોધ. ચાર્વાક દર્શન એટલે એક વિરોધી દર્શન. ગ્રીસના સોશીટોની જેમ ચાવોએ પણ કોઈ દિવસ વિરાટ વિશ્વ વિષે કંઈ અભિપ્રાય ઉચ્ચારવાની તકલીફ નથી લીધી. ઘડવા કરતાં ભાંગીને દાટી દેવા તરફ જ તેની અધિક પ્રવૃત્તિ હતી. વેદ પરભવમાં માને છે; ચાવક એ વાતને ઉડાવી દે છે. કઠોપનિષદની બીજી વલીમાં ઇટ્ટા લોકમાં આવા નારિતકવાદનો પરિચય મળે છે;
___“न साम्परायः प्रतिभाति बालं प्रमाधन्तं वित्तमोहेन मूढम् । अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमा पद्यते मे ॥"
ઉકત કમાં પરલોકમાં જેઓ નથી માનતા તેમને વિષે ઉલ્લેખ છે. એજ ઉપનિષક્ની છઠ્ઠી વલ્લીના બારમા શ્લોકમાં નાસ્તિકતાને વખોડી કાઢી છે.
अस्तीति ब्रुवतोऽन्यत्र कथं तदुपलभ्यते ॥
પ્રથમ વધીના વશમા શ્લોકમાં આવા અવિશ્વાસુઓનું વર્ણન આપ્યું છેઃ
येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके ॥
વેદ, યજ્ઞ અને કર્મકાંડનો ઉપદેશ દેતા. નાસ્તિક એ યજ્ઞ અને ક્રિયાકાંડ વિષે શંકા ધરાવતા એટલું જ નહીં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org