________________
પ્રસ્ત હતા અને તેથી તેમને ખુલ્લી રીતે બહાર પડતાં ઘણો સમય વીતાવવો પડ્યો હશે. તે અપ્રકટ હતા તેથી અધ્યાભવાદસ્વરૂપે, ઉપનિષદ્ગા યુગમાં હૈયાત નહીં હોય એમ ન કહી શકાય; કારણ કે જે સમયે ચિંતકે, સાધકે અથવા તપસ્વીઓ તત્ત્વની ચિંતામાં તલ્લીન હતા તે વખતે તેમણે ઉપનિષહ્માં વર્ણવેલા માર્ગની જ શોધ કરી હોય એ અસંખ્ય ભવિત છે. એ સમયે વિચાર અને ચિંતનની કોઈને સંપૂર્ણ સ્વતંત્રતા હતી અને પૂરેપૂરા વિચા–સ્વાતંત્ર્યના પ્રતાપે અવૈદિક ઘણા માર્ગો અસ્તિત્વમાં આવ્યા હતા. બીજા મતવાદ કરતાં ઉપનિષદમાં એવી કોઈ વિશેષતા નથી કે જેથી ઉપનિષદુને આપણે પહેલો નંબર આપી દઈએ.
હવે જે વૈદિક અને અદિક મતવાદ એક જ સમયને વિષે ઉભવ્યા હોય, ઉત્તરોત્તર ઉત્કર્ષ પામ્યા હોય તો એ બધામાં ઘણી ઘણી વાતોની સમાનતા હોવી જોઈએ. એ વિષય ઘણું મહત્ત્વનું છે અને એટલા જ માટે ભારતવર્ષના કોઈ એક ખાસ દર્શનને અભ્યાસ કરવો હોય તે અન્યાન્ય ભારતવષય પ્રસિદ્ધ દર્શનની સાથે તુલના કરવી જોઈએ, એ બહુ યુકિસિંગત ગણાય છે.
સામાન્યતઃ ભારતવર્ષના દાર્શનિક મતવાદમાં જૈન દર્શન સારું માનવંતુ સ્થાન ભેગવે છે અને ખાસ કરીને જૈન દર્શન એક સંપૂર્ણ દર્શન છે. તત્ત્વવિદ્યાના બધા અંગ એમાં મળે છે. વેદાન્તમાં તર્કવિદ્યાનો ઉપદેશ નથી, વૈશેષિક કર્માકર્મ અને ધમધર્મ વિષે કંઈ ફેડ પાડતું નથી. જૈન દર્શનમાં તે ન્યાયવિદ્યા છે, તત્ત્વવિચાર છે, ધર્મનીતિ છે, પરમાત્મ તત્ત્વ છે અને બીજું પણ ઘણું છે. પ્રાચીન યુગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org