________________
એક
ગા
કેટલાક પિતા માને છે કે અધ્યાત્મ અને તત્ત્વવિદ્યા તે પાછળનાં છે, તત્ત્વવિચાર અને ક્રિયાકાંડ એક સાથે રહી શકે જ નહીં. પહેલાં ક્રિયાકાંડ હશે અને પછી કાઈ ચોક્કસ સમયને વિષે—કાઈ શુભ મુર્ત્ત તત્ત્વવિચારના છુટી નીકળ્યા હશે. આ યુક્તિવાદ બરાબર નથી. જૈન ધ અને બૌદ્ધ ધર્મમાં પહેલું કણ ? એ વિષે ઘણા વાદ-વિવાદ થઈ ચૂકયા છે. કાઇએ જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા માની લીધી તા કાઈ એ જૈનમતને બૌદ્ધમત કરતાં પણ પ્રાચીન માન્યા. જરૂર, આ બધા વાદાનુવાદમાં એક પ્રકારની જીજ્ઞાસાવૃત્તિ-સત્ય ઉકેલવાની સ્પૃહા સમાએલી છે અને તે સન્માનને યાગ્ય છે. પરંતુ હું પોતે માનું છું કે એ પ્રકારના ઉહાપાડ કાનને રૂચિકર લાગે તેા પણ એની બહુ કીંમત નથી; એને મૂળ પાસેા જ જોઈ એ તેટલેા મજબૂત નથી હોતા.
આપણે જો મનુષ્યપ્રકૃતિને વિચાર કરીએ તે ચિંતન, મનન એ મનુષ્યમાત્રની પ્રકૃતિનું એક ખાસ લક્ષણ છે એમ સ્વીકારવું પડે. એટલે કે ધૃણા લાંબા કાળથી મનુષ્યસમાજની અંદર અધ્યામચિંતા તેમ જ તત્ત્વવિચારની ઝરણીએ વહેતી રહી છે. જે સમયે સમાજ અહીન ક્રિયાકાંડના મેજા નીચે છેક દબાઈ ગયેલા હાવાનું આપણે માનીએ છીએ તે સમયે પણ–પ્રારંભિક અવસ્થામાંયે, કઈક ને કઈક આધ્યાત્મિક્તા તે જરૂર હશે. વાસ્તવિક રીતે સામાજિક બાલ્યાવસ્થામાં જે છૂપી મૂઢતા હોય છે તેનાં ક્રિયાકાંડ આધ્યાત્મિક્તાની પ્રસ્તાવનાની કંઈક ગરજ સારે છે. એ આધ્યાત્મિક્તા જોઈ એ તેટલી પરિટ નથી હોતી; છતાં સમાજની પ્રત્યેક અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org