________________
• ૩૮ જૈન કેન્ફરન્સ હરૈલ્ડ.
[ફેબ્રુઆરી, વવાન' શું પ્રયોજન છે? દુઃખતે ચોરીમાંથીજ કંકણ દેરાએ બાંધી આપે છે, ચોરી બાંધી • ચોરી કરાવે છે, દીકરીના પિસા લેતાં અચકાતા નથી, ત્યારે નકામાં ઢગ કરી બેડું માથું કરી તેના ઘેર જમતાં (અરે પિતાનું પેટ ભરતાં) શરમાવાનું શું પ્રયોજન છે? આસુર લગ્ન આબરૂદાર અને ગરીબને એક લાકડીએ ચલાવવા માગે શોધ્યા છે કન્યા વેચનાર કાઠી આવાડી કાછીઆ નથી, પણ દીલ્હી, મુંબઈ કે સુરતના કાછીઆ જેવા છે, ઘડી તે પણ એક પળને પણ ઉદ્યારે તેમના આગળ ચાલતું નથી. ફક્ત વેચાણમાંજ ફેરફાર માત્ર બજાર ખુલે ભરાતો નથી. આફ્રિકાના ગુલામઆરામાં તે જંગલી લોકો પરાયાં મનુષ્યને વેચે છે, પણ તેથી ચઢે તે જુઓ આ આયંદેશને ધર્મ ધારે કે જ્યાં માબાપ પિતે જ પોતાનાં બાળકોને વેચે છે, ગાય ઘડાની પેઠે સાટાં પટાં કરે છે, માલ પ્રમાણે મૂલ અંકાય છે; બેલ બે દાંતે-જોવાય છે; પ્રાતિનાં સાટાં બદલે માલનાં સાટાં થાય છે ત્યાં બેટ શા માટે અમે? પુત્રીને જન્મ ખોટનો કે વટાવનો ગણાય છે. કન્યાકય કરનારાઓ પુત્રીને જન્મ વટાવને ગણે છે. ને તેને નોટ (હડી) ની માફક વટાવે છે, તેને આંક મૂકાય છે, ભાવ ' ખંડાય છે, અને વધઘટ લેવાય છે તેમાં બ્રાહ્મણે દલાલે થાય છે. ધર્મને નામે ધોળે દહાડે ધાડ પડે છે, વેચાણ ખત લખાય છે, પિસા માટે પુત્રીઓ વેચાય છે, ભારોભાર દેખાય છે, સાટાનો સટ્ટો થાય છે, અને પિસા માટે પ્યાર વેચાય છે, પ્યાર ખરું જોતાં બીજાને વેચાય નથી, અને વેચાય છે તે પ્યારી પ્યારનું કામ કરતું નથી. દીકરીઓનું હાથે કરી દુર્ભાગ્ય કરનાર, પારકે પૈસે ભાગ્યવત થવા ઈચ્છનાર કૂર માબાપ, કન્યાની કેડ ન કચરે, લાડકવાયી પુત્રીને ભવ ન બગાડે, પુત્રીની દીનતાવાળી દલીલપર વિચાર કરો, દયા દર્શાવે, વેચવા ન કહાડે, કસાઈને ન આપે, પાપી પિસાના પ્રપ્રચમાં રમાતી રમત ન રમો લોકલજજાને ડર રાખે, અને દીકરીને ચિતાની અંદર ન સૂવાડે; આંખ ઉઘાડે, આસપાસ નજર કરો, દીકરીને પિસા લેનારની કેવી સ્થિતિ છે તે તપાસો, તેમને અન્ન અને દાંતને પણ વેર થયા, થોડા દિવસ ઉજળું ઉજળું ફક્ત દૂધજ દેખાયું છે. તે પૈસે કોઈની હવેલીઓ થઈનથી. થઈ હશે તો તેનું કેઈભેગવનાર નહિ હોય, અગર ખાનાર નહિ હોય એટલે કે તેનું નિર્વશ. જાય છે અને જો માણસ હયાત હશે તે તેમને અન્ન અને દાંતને પણ વેર થયા હશે. ભૂખના ભડાકા પડતા હશે. માટે યાદ રાખજો કે “દીકરીના દોકડા ને પૂરનાં લાકડાં કદી કામ આવે નહિ,” આ દુનિયામાં નામ રહેશે. પણ નાણાં રહેવાનાં નથી” માટે હાડ હાડ ન થાઓ, કીર્તિની કલગી ઝાંખી ન પાડો. સ્ત્રીધનવડે જીવવું એ અતિ પાપ છે, આપત્તિસમયે ચામડાંમાં ભરેલું પાણી પીવું એ કેટલીક રીતે માંસ ખાવા તુલ્ય છે તેમજ કન્યાવિક્ય છે; કન્યાનું દ્રવ્ય લેનાર માતા તેનું કાળજું કેરી ખાય છે, પિતા માથું ખાય છે, ભાઈએ તેના હાથ પગ ખાય છે અને મંડપમાં જનારાં રૂધિર પાન કરવાવાળા છે.
વળી મનુ, પારાશર વિગેરે ઋતિકાર આગળ ઉપર અધર્મી પ્રજા થશે એમ. જાણ અગમચેતીથી કન્યા વિકયના મહા પાપોના માટે થોડું ઘણું પણ લખી ગયા છેજુઓ મહાત્મા મનુ કહે છે કે –
आददति न शुद्रोपि । शुल्कं दुहितरं ददन् ॥ .शुल्कं हि गृह्णन् कुरुते । छन्नं दुहितृविक्रयम् ॥ १ ॥