________________
ઇતિહાસની કેડી
46
તથા ધનાઢચોની દાનશૂરતા અને વિદ્યાપ્રિયતાનેા લાભ ત્યાંના જ્ઞાનભંડારને મળ્યા હતા. પરિણામે, પુસ્તકાની સંખ્યા, પ્રાચીનતા તેમજ મહત્તાની બાબતમાં પાટણના ભંડાર હિંદના સર્વ જ્ઞાનભંડારામાં ઊંચું સ્થાન લઈ શકે. ડા. પિટર્સન એ બાબતમાં લખે છે કે, પાટણ જેવું હિંદભરમાં એક પણ બીજી શહેર મે જોયું નથી તેમજ તેના જેવાં આખા જગતમાં માત્ર જૂજ શહેરે છે કે જે આટલી બધી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તલિખિત પ્રતાના સંગ્રહની માલિકીનું અભિમાન ધરાવી શકે. આ પ્રતા તો યુરેાપની કાઇ પણ વિદ્યાપીઠના પુસ્તકાલયના મગરૂરી લેવા લાયક અને અદેખાઇ આવે એવી રીતે સાચવી રાખેલેા ખજાના થઈ શકે તેમ છે.” વિક્રમના બારમા સૈકાથી માંડી વીસમા સૈકાના આરંભકાળ સુધીના ૧૪,૦૦૦ કરતાં વધારે, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગૂજરાતી હસ્તલિખિત ગ્રંથા તેમાં છે, એ જાણ્યા પછી આ ઉદ્ગારામાં અતિશયાક્તિ જેવું નથી લાગતું.
ગુજરાતમાં જ્ઞાનભંડારાની સ્થાપના પડેલ પ્રથમ ક્યારે થઇ હો એ ચેાક્કસ કહી શકાય એવું નથી. વિક્રમ સંવત ૧૧૦માં વલભીપુરમાં દેવર્ધિગણ ક્ષમાભ્રમણના પ્રમુખપદ નીચે જૈન શ્રુત લેખારૂઢ થયું તેને જ્ઞાનભડારામાં મૂકવામાં આવ્યુ હશે; અને વલભીકાળના ગૂજરાતમાં ઔદ્દો, જૈના તેમજ બ્રાહ્મણેાની સાહિત્યપ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી હતી, એટલે કાઇ પ્રકારનાં પુસ્તકાલયેાનું અસ્તિત્વ તે ત્યાં હાવું જ જેઈ એ; પરંતુ સિદ્ધરાજ અને કુમારપાળના કાળ પહેલાંના ગુજરાતના જ્ઞાનભંડારા સંબંધમાં કાષ્ઠ વિશ્વાસપાત્ર માહિતી મળી આવતી નથી.
ગૂજરાત અને માળવા વચ્ચેની રાજકીય સ્પર્ધામાંથી સાંસ્કારિક સ્પર્ધા જન્મી. સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રે ગૂજરાતનું પ્રધાન વ્યાકરણ રચ્યું અને ગૂજરાતની સાહિત્યપ્રવૃત્તિને મધ્યાહ્નકાળ શરૂ
Jain Education International
૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org