________________
૧૦
મુખપૃષ્ઠ સંકેત પરિચય બીજા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ ભાવશ્રુતમય દ્વાદશાંગી જે આત્માના ગુણસ્વરૂપ છે તેને પ્રદર્શિત કરવા માર્મિક પ્રતીક મૂકેલ છે. જેમાં ચક્ષુ એ દૃષ્ટિવાદ અંતર્નિહિત દૃષ્ટિના સૂચક છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બોધક ત્રિપદી વિશ્વના પદાર્થમાત્રમાં સમવ્યાપ્ત હોવાથી સમભૂત્રિકોણથી દર્શાવેલ છે. વળી સર્જનરૂપ ઉત્પાદ લાલ રંગથી, વિસર્જનરૂપ વ્યય કાળા રંગથી અને સ્થિરતારૂપ ધ્રૌવ્ય સફેદ રંગથી દેખાડેલ છે. ત્રિપદીમાંથી જ ચૌદપૂર્વ પ્રવાહિત થયેલ હોવાથી ત્રિકોણની નીચે દૃષ્ટિવાદના મધ્યસ્વરૂપ ચૌદપૂર્વ અને આજુબાજુના ચૂલિકા-પરિકર્મ આદિ વિભાગને તોરણરૂપે દર્શાવેલ છે અને દૃષ્ટિવાદના બિંદુતુલ્ય અગિયારસંગ પણ ઉતરતા ક્રમે નીચે અલ્પકદની રેખા દ્વારા દર્શાવેલ છે. અતલ ઊંડાણવાળા શ્રતસાગરને સૂચવવા વચ્ચે પ્રતીકરૂપે હોઠ મૂકેલ છે. દ્વાદશાંગીનો કદ દર્શક આકાર નાળચી જેવો થાય છે, જે ગાગરમાં મહાસાગર સમાવવાનો અગાધ જ્ઞાની ગણધરોનો મિતાક્ષરસૂત્ર રચવાનો પ્રયત્ન સૂચવે છે. વળી આત્મસ્થ શ્રુતજ્ઞાનસ્વરૂપ દ્વાદશાંગી જ ભાવધર્મતીર્થ છે. તે સૂચવવા દ્વાદશાંગીનું ગણધર આદિ ગુરુભગવંતોના મસ્તિષ્ક સાથે તારક(star) દ્વારા જોડાણ સૂચવેલ છે.
ત્રીજા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ ચતુર્વિધ શ્રીસંઘને પ્રતીકાત્મક રીતે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચિત્રથી દર્શાવેલ છે. વળી, તેની જીવંતતા સૂચવવા પાછળ આભામંડલ આલેખેલ છે.
ચોથા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ મોક્ષમાર્ગને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્રના પ્રતીકો ક્રમશઃ તેજોવર્તુળ, ચક્ષુ અને સ્ફટિકરત્ન દ્વારા પ્રતિબિંબિત કરેલ છે. વળી, પશ્ચાતુ ભૂમિકામાં સિદ્ધશિલા સાથે જોડાણ કરતો સીધો પથ (Super Highway) દર્શાવેલ છે. અહીં નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર; વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરમશુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનમય રત્નત્રયીને સૂચવવા મધ્યમાં દર્શન અને નીચે-ઉપર ચારિત્ર અને જ્ઞાનનું પ્રતીક દર્શાવેલ છે.
પાંચમા જીવંત ધર્મતીર્થ સ્વરૂપ જ્ઞાન-દર્શન અને ચારિત્રગુણના અદ્વિતીય સાધનો અનુક્રમે સ્વાધ્યાય, ભક્તિ અને પ્રતિક્રમણના અનુષ્ઠાન પ્રતીકરૂપે સાક્ષાત્ આચરનાર વ્યક્તિના ચિત્રથી દર્શાવેલ છે. જેના દ્વારા તીર્થંકર કથિત સર્વ રત્નત્રયીના સાધક અનુષ્ઠાનોનું સૂચન છે.
દશ વિભાગથી દર્શાવેલ ચાર નિક્ષેપ અનુસારી સમગ્ર ધર્મતીર્થની જગતમાં ચાલતી અવિચ્છિન્ન પરંપરા વર્તુળોની પરંપરા દ્વારા દર્શાવેલ છે. જે અપેક્ષાએ ધર્મતીર્થની શાશ્વતતાનું પણ સૂચક છે. વળી, આ ધર્મતીર્થની ઉપાસના ચારગતિરૂપ ભવસાગરથી પાર પમાડી અવશ્ય પરમપદે સ્થાપિત કરનાર છે. તેથી ચિત્રમાં નીચે ચાર રેખાઓના મોજા દ્વારા ભવસાગર સંકેતિત છે. જ્યારે ઉપર સિદ્ધશિલા દ્વારા પરમપદની પ્રાપ્તિ પ્રતીકરૂપે સૂચવેલ છે.
-
ઈ.
3 555
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org