________________
મુખપૃષ્ઠ સંકેત પરિચય
મુખપૃષ્ઠ સંકેત પરિચય
જૈનઆગમોમાં કોઈ પણ પદાર્થનો સમગ્રતાથી વિચાર કરવા નિક્ષેપ વર્ણનની અદ્વિતીય શૈલી છે, જેના વિના વસ્ત્ર કે ભોજન જેવી સામાન્ય વસ્તુનો પણ સર્વાંગી બોધ શક્ય નથી. તે નિક્ષેપ સંક્ષેપમાં સર્વત્ર ચાર વિભાગથી હોય છે; નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ.
૯
અહીં પણ કૃતકૃત્ય એવા તીર્થંકરોથી પ્રસ્થાપિત ધર્મતીર્થને ચિત્ર દ્વારા સઘળા પાસાંથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે.
ચિત્રમાં પ્રથમ નામધર્મતીર્થને “ધર્મતીર્થ” શબ્દથી સૂચવેલ છે.
તે પછી તેની બાજુમાં ધર્મતીર્થનું આકારરૂપ પ્રતીક જે દેવનિર્મિત સમવસરણ છે તેને કલ્પસૂત્ર આદિ પ્રાચીન હસ્તપ્રતોમાં આવતા તેનાં પ્રતીકરૂપ(symbolic) ચિત્રથી આબેહૂબ દર્શાવેલ છે.
ત્યાર બાદ, તેની નજીકના ત્રણ વિભાગમાં અનુક્રમે દ્રવ્યધર્મતીર્થ પ્રતીકો દ્વારા ઉપસાવેલ છે. ત્યાં પ્રથમ વિભાગમાં સમ્યજ્ઞાનના ઉપકરણરૂપે તાડપત્ર, ખડિયો, લેખની, તેમજ આલંબનરૂપે કેવલજ્ઞાન ઉત્પત્તિ ભૂમિરૂપ ઋજુવાલિકા નદી, દ્રવ્યશ્રુત સ્વરૂપ પુસ્તકો અને તેના સંગ્રહાલય સ્વરૂપ જ્ઞાનમંદિરોને પ્રતીકરૂપે દેખાડેલ છે.
દ્રવ્યધર્મતીર્થના દ્વિતીય વિભાગમાં સમ્યગ્દર્શનના ઉપકરણરૂપે પૂજાની થાળી, ધૂપ, નૈવેદ્ય, ફળ તેમજ આલંબનરૂપે તીર્થંકરોના કલ્યાણક આદિ ભૂમિ અને સિદ્ધગિરિ આદિ પવિત્ર તીર્થો, તથા શાશ્વત-અશાશ્વત જિનમંદિર, જિનપ્રતિમાઓના પ્રતીકરૂપે સંકેત જણાવેલ છે.
તૃતીય વિભાગમાં સમ્યક્ચારિત્રના ઉપકરણરૂપે જયણાનું મુખ્ય સાધન રજોહરણ તેમજ આલંબનરૂપે ગણધરો આદિ મહામુનિપુંગવોની નિર્વાણભૂમિ, સાધનાભૂમિરૂપ રાજગૃહી આદિના પહાડો તથા ગુરુમંદિર, ગુરુમૂર્તિઓને પ્રતીકરૂપે આલેખેલ છે.
આ રીતે દ્રવ્યનિક્ષેપારૂપ દ્રવ્યધર્મતીર્થમાં સમગ્રતાથી અધ્યાત્મના નિમિત્તકારણરૂપ સર્વ પ્રસિદ્ધ સામગ્રીનો સંગ્રહ દર્શાવવા પ્રયત્ન કરેલ છે. કારણ કે જિનશાસનના અંગભૂત જડ ધર્મસાધનોનો પણ ગૌરવપૂર્વક દ્રવ્યધર્મતીર્થમાં સમાવેશ અભિપ્રેત છે.
અંતે ભાવધર્મતીર્થ જે આત્મા કે આત્માના વિશુદ્ધ ગુણો સ્વરૂપ જ હોવાથી જીવંત છે. જેને ક્રમશઃ પાંચ વિભાગમાં પ્રતીકો દ્વારા દર્શાવેલ છે.
પ્રથમ જીવંત ધર્મતીર્થમાં ગુરુમુદ્રામાં રહેલ શાસનવાહક ગણધર ભગવંતોના પ્રતીક દ્વારા ગીતાર્થ ગુરુપરંપરા સૂચવવા પ્રયત્ન કરેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org