________________
પ્રાસ્તાવિક
-
-
-
-
-
k
A, A
જ વાચકના હૃદયમાં પ્રગટેલા બહુમાનભાવથી દૈનિક કરાતા ધર્માનુષ્ઠાનમાં અપૂર્વ પ્રાણસંચાર : ન થશે.
ધર્મતીર્થના ભાવનિક્ષેપારૂપ પાંચ ભાવતીર્થના વર્ણન બાદ દ્રવ્યનિક્ષેપારૂપે દ્રવ્યતીર્થનું મન વર્ણન પ્રાપ્ત થાય છે, જેમાં શાસ્ત્રસંદર્ભોપૂર્વક દ્રવ્યતીર્થના આલંબન અને ઉપકરણ છે એમ બે મુખ્ય વિભાગો કરવામાં આવ્યા છે, અને તેના પેટાવિભાગોનો પણ મહિમા દર્શાવ્યો છે. જડ એવા પદાર્થોની તારકતા-પવિત્રતા કઈ રીતે ? તે હેતુ-દષ્ટાંતથી તે સિદ્ધ કર્યા બાદ છેલ્લે સ્થાવરતીર્થના વિશાળ-અમૂલ્ય વારસાને સતત નવપલ્લવિત રાખનાર સાતક્ષેત્રની પરંપરાગત વ્યવસ્થાનું પણ સંક્ષેપમાં સાક્ષીઓ આપવા દ્વારા કે સચોટ વર્ણન છે. આ વિભાગ વાચકને વર્તમાનકાળના જૈનોની સ્થાવરતીર્થો, કે જે જ સેંકડો વર્ષોથી સચવાયેલો સંઘનો પુન ન સર્જી શકાય તેવો અમૂલ્ય વારસો છે, તેના પર પ્રત્યેની ઘોર ઉપેક્ષામાંથી બહાર કાઢવા સક્ષમ છે.
ધર્મતીર્થના ચાર નિક્ષેપાના વર્ણનની પૂર્ણાહૂતિ બાદ એક નવો મહત્ત્વનો વિભાગ : શરૂ થાય છે, જે છે ધર્મતીર્થ સ્થાપનાનો ઉદ્દેશ તથા તેની લોકોત્તર સ્થાપનાવિધિ. આ જગતમાં લૌકિક ન્યાય પ્રવર્તાવવા રાજસત્તા અસ્તિત્વમાં આવી છે તેમ લોકોત્તરન્યાય પ્રવર્તન માટે ધર્મસત્તા અસ્તિત્વ ધરાવે છે, ચાહે તે જૈનધર્મ હોય કે જૈનેતર ધર્મ. આ જ લોકોત્તર ઉદ્દેશ જ ધર્મસંસ્થાને ભૌતિક દુનિયામાં સર્વશ્રેષ્ઠ કક્ષાએ મૂકે છે. તેમાંય એ જૈનધર્મ તો લોકોત્તર ન્યાયપ્રવર્તનરૂપ ઉદ્દેશને પોતાની આગવી કાર્યપદ્ધતિથી સંપૂર્ણ આ સાકાર કરે છે. તેના માટે જૈનદર્શન પાસે દુનિયામાં ક્યાંય, કોઈની પાસે ન હોય તેવું ન લોકોત્તર બંધારણ, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર છે. આ બધું શું છે ? તેનો ન્યાયપ્રવર્તનમાં
ક્યાં સબળો ભાગ છે ? તેનું ખૂબ જ સુંદર રસપ્રદ શૈલીથી રાજનીતિ અને ધર્મનીતિના અનેક ઉદ્ધરણો આપવાપૂર્વક હૃદયંગમ વર્ણન છે. આ વિભાગની વિશેષતાનું વર્ણન કરવા બેસીએ તો એક નવું પુસ્તક બની જાય ! આ વિભાગ માત્ર પ્રસ્તુત ભાગમાં પૂરો થતો નથી, પરંતુ તેનું જોડાણ પાછળના ભાગો સુધી ચાલે છે. આ વિભાગ કોઈ પીઢ રાજકારણી વાંચે તો તેને પણ જીવનમાં ન પ્રાપ્ત થયા હોય તેવા આર્ય રાજનીતિના રહસ્યો પ્રાપ્ત થાય.
ગ્રંથમાં આવતી ઘણી વાતો એવી છે કે વર્ષોથી વ્યાખ્યાનશ્રવણ કરનારાઓને પણ વિસ્મયજનક બની શકે છે; કારણ કે જે દૃષ્ટિકોણથી પદાર્થનિરૂપણ છે તે દૃષ્ટિકોણ ક અલ્પપ્રચલિત કે અપ્રચલિત હશે; છતાંય બધી વાતો છે શાસ્ત્રના સચોટ સંદર્ભો અને
યુક્તિપૂર્વકની. સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસી મધ્યસ્થ વિદ્વાનો આને અવશ્ય સમજી શકશે. આ અરે ! દીર્ધદષ્ટિપૂર્વકના લાભો વિચારી સંઘમાં સત્સાહિત્યનો ફેલાવો પણ કરશે. મને અવશ્ય શ્રદ્ધા છે કે “આ ગ્રંથના વાંચનથી કુલપરંપરાગત મળેલા જૈનધર્મની જીવનમાં ક્યારેય વિચારી ન હોય તેવી અલૌકિક મહત્તા તમને મનમાં સ્થાપિત થશે. તમારી ધર્મશ્રદ્ધાને એક નવો રંગ-ઓપ આપનારું પ્રસ્તુત વાંચન બની રહો'.
*
*
*
*
1
*
-
*
1
*
*
',
*
'
_
',
,
'
,
, ૧
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org