________________
પ્રાસ્તાવિક
,
*
,
*
A
*
*
છે,
]
1
.
પ્રસ્તુત પુસ્તકમાં મુખ્ય-મુખ્ય મુદ્દાઓ, અપ્રચલિત-અલ્પપ્રચલિત વાતોમાં પ્રમાણ : તરીકે ફૂટનોટમાં શાસ્ત્રપાઠો સ્થાનનિર્દેશપૂર્વક મૂકવામાં આવેલ છે. સાથે કાયદાકીય કે રાજકારણની બાબત માટે પ્રમાણભૂત સાહિત્યના ઉદ્ધરણો પણ ટાંકવામાં આવેલા છે. તે તે પેટાવિભાગોના અંતે ચિંતકોને ઉપયોગી ટૂંકા પરિશિષ્ટો પણ જોડેલ છે. ધ્યાન દોરવાલાયક બાબત એ છે કે “શાસ્ત્રપાઠોમાં ઘણા શાસ્ત્રપાઠો સ્પષ્ટ રીતે પ્રવચનકારની વાતોને સમર્થન કરનારા છે, તો અમુક શાસ્ત્રપાઠો સીધા પુષ્ટિકારક નથી પરંતુ આ સંદર્ભાનુસારે અર્થપત્તિથી પ્રવચનકારની વાતને સુનિશ્ચિતપણે સિદ્ધ કરે છે. આ કામ પૂર્વાપર અનુસંધાન જોડવામાં નિપુણ વિદ્વાનોને અવશ્ય અલ્પ આયાસ સાધ્ય છે. આ શાસ્ત્રપાઠોમાં સંદર્ભ તરત પકડાઈ જાય માટે તે તે વાક્યો કે શબ્દોને highlight પણ કરવામાં (ઉપસાવવામાં) આવેલ છે. છતાં જે પાઠોમાં સંદર્ભ ન પકડાય તો તે તે ગ્રંથમાં જોઈ લેવા ભલામણ છે. કાર્ય ભગીરથ છે... પ્રજ્ઞા અલ્પ છે....
સહાયકો દુર્લભ છે... છમસ્થતાવશ પદાર્થનિરૂપણમાં જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પ્રરૂપાયું હોય તો મધ્યસ્થ, પરીક્ષક બહુશ્રુતો, શાસ્ત્રયુક્તિપ્રદાનપૂર્વક તેને દર્શાવી પ્રસ્તુત ગ્રંથને ક્ષતિરહિત બનાવવાના કાર્યમાં સહયોગી બનો. સાથે પ્રસ્તુત ગ્રંથને ગુણગ્રાહીદૃષ્ટિથી વાંચીને હૃદયની કૃપા વરસાવો” તેવી સુજ્ઞજનોને પ્રવચનકારની નમ્ર પ્રાર્થના છે.
પ્રાંતે ગ્રંથવાંચનથી સર્વ જીવો ધર્મતીર્થની તાત્ત્વિક ઓળખાણ પામી જૈનશાસનના સર્વશ્રેષ્ઠ પૂર્ણ સમર્પિત આરાધક બનો તે જ શુભાભિલાષા... ૩વત્ત ૨ - “नव्योऽस्माकं प्रबन्धोऽप्यनणुगुणभृतां सज्जनानां प्रभावाद्, विख्यात: स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः । निष्णाता वा स्वतस्ते रविरुचय इवाम्भोरुहाणां गुणानामुल्लासेऽपेक्षणीयो न खलु पररुचे: क्वापि तेषां स्वभावः ।।"
ગુરુપાદપદ્મચંચરીક મુનિ કેવલ્યજિતવિજયજી મ. સા.
* *
-
-
*
-
.
-
-
.
-
.
મે
*
-
A
-
- AT 1. 1 કેમ
'
ક
અ
'
- - '
-
-
6
જ
3
1
* *
:
'
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org