________________
ચોદ ગુણસ્થાન
૧૫
આ બધાય આદિધાર્મિક જીમાં મિથ્યાવભાવ હોવા છતાં તેમનામાં માધ્યચ્ચ ” ગુણ એ સુન્દર પડ્યો છે કે જેને અંગે તેમને ધર્મદેશનાના અધિકારી કહ્યા છે. ધર્મદેશનાને અગ્ય તે જ મિથ્યાત્વી જીવે છે, જેઓ કદાગ્રહ-ગ્રસ્ત છે.
પ્રશ્ન : આવું માધ્યશ્ય તો જૈનદર્શનના અનુયાયીરૂપ અપુનબન્યકમાં જ ઘટે ને ? બીજાઓ તે પિતાનાં દર્શનેમાં કહેલા આચારવાળા એકસરખા ન હોવાથી તે અપુનર્બન્ધકોમાં માધ્યસ્થ શી રીતે ઘટશે ?
ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાને પણ યોગની દષ્ટિ પ્રગટે છે માટે તે દૃષ્ટિ તેમને પણ ગુણપ્રાપક બનતી હોવાથી તેમનામાં સત્યશોધકવૃત્તિ, નિષ્પક્ષપાત વલણ વગેરે હોઈ શકે છે.
તેમની માગભિમુખતાના બળે તેમાં શેરડી–શેરડીને રસશેરડીને અડધે ઉકાળેલે રસ અને ગોળની જેમ ઉત્તરોત્તર વધુ મીઠાશ હોય છે તેમ ઉત્તરોત્તર વધુ ગુણવાળી મિત્રા-તારા–બલા અને દીકા એ ચાર પ્રકારની ગદષ્ટિએ ક્રમશઃ પ્રગટે છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિ પણ મિથ્યાત્વની મંદતા થતાં પ્રગટેલા માધ્યસ્થ; તત્વજિજ્ઞાસા વગેરે ગુણેના ચુંગે માર્ગને જ અનુસરતે હેવાથી ધર્મશ્રવણ માટે એગ્ય છે, તે પછી તેનાથી વિશેષ ગુણિયલ એ દુરાગ્રહ વિનાને આત્મા તો સુતરાં યોગ્ય છે.
ટૂંકમાં કહેવાનો આશય એટલે જ છે કે આદિધાર્મિક જીવે તેમના મંદમિથ્યાત્વર્થી પ્રગટેલા કેટલાક ગુણને કારણે ધર્મદેશના સાંભળવાના અધિકારી બને છે.
માર્ગાભિમુખ અને માર્ગ પતિત એ બેય વિશિષ્ટ અવસ્થાઓ અપુનર્બન્ધક ભાવ આવ્યા પછી જ આવે છે એવું આપણે નક્કી કર્યું છે. પરંતુ આ એક મત છે. બીજે પણ એક મત છે, જેનું કહેવું એમ છે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત એ બે અવસ્થાએ -અપુનબંધક ભાવ પ્રાપ્ત થયા પહેલાં પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org