Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કેશિ-ગૌતમીય
૫૬૧
અધ્યયન-૨૩: આમુખ
કરતાં તેઓ પોતપોતાના આચાર્યો પાસે પહોંચ્યા, તેમની સાથે પારંપરિક ભેદોની ચર્ચા કરી.
કુમાર-શ્રમણ કેશી અને ગણધર ગૌતમ વિશિષ્ટ જ્ઞાનીઓ હતા. તેઓ સઘળું જાણતા હતા. પરંતુ પોતાના શિષ્યોના સમાધાન માટે તેઓ કંઈક વ્યાવહારિક પ્રયત્ન કરવા ઈચ્છતા હતા. કુમાર-શ્રમણ કેશી પાર્શ્વની પરંપરાના આચાર્ય હોવાને કારણે ગૌતમથી જયેષ્ઠ હતા, એટલા માટે ગૌતમ પોતાના શિષ્યોને સાથે લઈ ‘તિદુક' ઉદ્યાનમાં ગયા. આચાર્ય કેશીએ આસન વગેરે આપી તેમનો સત્કાર કર્યો. બીજા પણ કેટલાક અન્ય મતાવલંબી સંન્યાસીઓ તથા તેમના ઉપાસકો પણ આવ્યા. આચાર્ય કેશી તથા ગણધર ગૌતમ વચ્ચે સંવાદ થયો. પ્રશ્નોત્તર ચાલ્યા. તેમાં ચાતુર્યામ અને પંચયામ ધર્મ તથા સચેલકત્વ અને અચેલકત્વના પ્રશ્નો મુખ્ય હતા.
આચાર્ય કેશીએ ગૌતમને પૂછ્યું–‘ભંતે ! ભગવાન પાર્વે ચાતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી અને ભગવાન મહાવીરે પંચયામ ધર્મની. બંનેનું લક્ષ્ય એક છે, તો પછી આ ભેદ શા માટે ? શું આ પાર્થક્યથી સંદેહ પેદા નથી થતો?' (શ્લોક ૨૩, ૨૪).
ગૌતમે કહ્યું–‘ભંતે ! પ્રથમ તીર્થંકરના શ્રમણો 8જુ-જડ, અંતિમ તીર્થકરના વક્ર-જડ અને મધ્યવર્તી બાવીસ તીર્થકરોના શ્રમણ ઋજુ-પ્રાશ હોય છે. પ્રથમ તીર્થંકરના શ્રમણો માટે મુનિ-આચારને યથાવત ગ્રહણ કરવો કઠણ છે, ચરમ તીર્થકરના શ્રમણો માટે આચારનું પાલન કરવું કઠણ છે અને મધ્યવર્તી તીર્થકરોના મુનિઓ તેને યથાવત્ ગ્રહણ કરે છે તથા સરળતાથી તેનું પાલન પણ કરે છે. આ કારણોને લઈને ધર્મના આ બે ભેદ થયા છે.' (શ્લોક ૨૫, ૨૬, ૨૭)
આચાર્ય કેશીએ ફરી પૂછ્યું–‘ભંતે! એક જ પ્રયોજન માટે અભિનિષ્ક્રમણ કરનારા આ બંને પરંપરાના મુનિઓના વેશમાં આવી વિવિધતા કેમ છે ? એક સવસ્ત્ર છે અને બીજા અવઢ. (શ્લોક ૨૯, ૩૦).
ગૌતમે કહ્યું–‘ભંતે ! મોક્ષનાં નિશ્ચિત સાધન તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. વેશ તો બાહ્ય ઉપકરણ છે. લોકોને એમ પ્રતીત થાય કે આ સાધુ છે એટલા માટે વિવિધ પ્રકારના ઉપકરણોની પરિકલ્પના કરવામાં આવી છે. સંયમ-જીવનયાત્રા નિભાવવી અને હું સાધુ છું—તેવું ધ્યાન રાખતા રહેવું–વેશધારણનું પ્રયોજન છે.” (શ્લોક ૩૨, ૩૩)
આ બે વિષયો પરથી એમ આકલન કરી શકાય છે કે કેવી રીતે ભગવાન મહાવીરે પોતાના સંઘમાં પરિષ્કાર, પરિવર્તન અને સંવર્ધન કર્યું હતું. તેઓએ ચાર મહાવ્રતોની પરંપરાને બદલી પાંચ મહાવ્રતોની સ્થાપના કરી, સચેલ પરંપરાના સ્થાને અચેલ પરંપરાને માન્ય કરી, સામાયિક ચારિત્રની સાથે-સાથે છેડોપસ્થાપનીય ચારિત્રની પ્રરૂપણા કરી તથા સમિતિ-ગુપ્તિનું પૃથક નિરૂપણ કરી તેમનું મહત્ત્વ વધાર્યું.'
ભગવાન મહાવીરે સચેલ અને અચેલ બંને પરંપરાઓના સાધકોને માન્યતા આપી અને તેમની સાધના માટે નિશ્ચિત પથનો નિર્દેશ કર્યો. બંને પરંપરાઓ એક જ છત્રછાયામાં વિકસી, ફુલી-ફાલી અને તેમનામાં ક્યારેય સંઘર્ષ ન થયો. ભગવાન પ્રારંભમાં સચેલ હતા. તેમણે એક દેવદૂષ્ય ધારણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અચેલ બન્યા અને જીવનભર અચલ રહ્યા, પરંતુ તેમણે સચેલ કે અચેલ કોઈ એકને એકાંગી માન્યતા ન આપી. બંનેના અસ્તિત્વનો સ્વીકાર કરી તેમણે સંઘનો વિસ્તાર કર્યો.
આ અધ્યયનમાં આત્મ-વિજય અને મનોનુશાસનના ઉપાયોનું સુંદર નિરૂપણ છે.
૧.
મૂના ઘાર, ૭ી રૂદ્દ-૩૮ : बावीसं तित्थयरा, सामाइयसंजमं उवदिसंति । छेदुवट्ठावणियं पुण, भयवं उसहो य वीरो य ।। आचक्खिदुं विभजिदूं, विण्णादुं चावि सुहदरं होदि । एदेण कारणेण दु, महव्वदा पंच पण्णत्ता ।। आदीए दुब्बिसोधणे, णिहणं तह सुट्ट दुरणुपाले य । पुरिमा य पच्छिमा वि हु, कप्पाकप्यं ण जाणंति ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org