Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં પાર્થાપત્યય કુમાર-શ્રમણ કેશી અને ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમનો સંવાદ છે. એટલ માટે આનું નામ સિયમિi’–‘કેશિ-ગૌતમીય' છે.*
ભગવાન પાર્શ્વનાથ જૈન પરંપરાના ત્રેવીસમા તીર્થંકર હતા અને તેમનો શાસન-કાળ ભગવાન મહાવીર પૂર્વે અઢી શતાબ્દીનો હતો. ભગવાન મહાવીરના શાસનકાળમાં અનેક પાર્વાપત્યીય શ્રમણો તથા શ્રાવકો વિદ્યમાન હતા. પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો તથા શ્રાવકોનો ભગવાન મહાવીરના શિષ્યો સાથે આલાપ-સંલાપ અને મિલન થયું. તેનો ઉલ્લેખ આગમો તથા વ્યાખ્યા-ગ્રંથોમાં મળે છે. ભગવાન મહાવીરના માતા-પિતા પાર્શ્વનાથની પરંપરાને માનનારા શ્રમણોપાસક હતા.
ભગવતી સૂત્રમાં ‘કાલાસ્યવૈશિક પુત્ર' પાર્વાપત્યીય શ્રમણનો ઉલ્લેખ છે. તેઓ અનેક નિર્ગથ સ્થવિરોને મળે છે. તેમની સાથે તાત્ત્વિક ચર્ચા કરી સમાધાન મેળવે છે અને પોતાની પૂર્વ પરંપરાનું વિસર્જન કરી ભગવાન મહાવીરની પરંપરા સ્વીકારી લે છે.*
એક વાર ભગવાન મહાવીર રાજગૃહમાં સમોસર્યા હતા. ત્યાં ભગવાન પાર્શ્વની પરંપરાના કેટલાક સ્થવિરો આવ્યા અને ભગવાન સાથે તાત્ત્વિક ચર્ચા કરી. તેમનો મૂળ પ્રશ્ન આવો હતો-“આ પરિમિત લોકમાં અનંત રાત-દિવસ અથવા પરિમિત રાત-દિવસની વાત કેવી રીતે સંગત બની શકે ?” ભગવાન મહાવીર તેમને સમાધાન આપે છે અને તેઓ બધા સ્થવિરો ચાતુર્યામ-ધર્મમાંથી પંચનયામ ધર્મમાં દીક્ષિત બની જાય છે."
ભગવાન મહાવીર વાણિજ્યગ્રામમાં હતા. પાર્વાપત્યીય શ્રમણ ગાંગેય ભગવાન પાસે આવ્યા. તેમણે જીવોની ઉત્પત્તિ અને શ્રુતિ વિષયક પ્રશ્ન કર્યા. તેમને પૂરેપૂરું સમાધાન પ્રાપ્ત થયું. તેમણે ભગવાન મહાવીરની સર્વજ્ઞતા પર વિશ્વાસ કર્યો અને તે તેમના શિષ્ય બની ગયા.'
ઉદક પેઢાલ પાનાથની પરંપરામાં દીક્ષિત થયા હતા. એક વાર જયારે ગણધર ગૌતમ નાલંદામાં રહેલા હતા ત્યારે તે તેમની પાસે ગયા, ચર્ચા કરી અને સમાધાન મેળવી તેમના શિષ્ય થઈ ગયા.
ભગવાન મહાવીર કાલાય સંનિવેશમાંથી વિહાર કરી પત્રાલય ગામ થઈને કુમાર સન્નિવેશમાં આવ્યા અને ચંપકના રમણીય ઉદ્યાનમાં ઉતર્યો. તે જ સવિશમાં પાવાપીય સ્થવિર મુનિચંદ્ર પોતાના શિષ્ય-પરિવાર સાથે કૂપનક નામના કુંભારની શાળામાં ઉતરેલા હતા. તેઓ જિનકલ્પ-પ્રતિમાની સાધના કરી રહ્યા હતા. તેઓ પોતાના શિષ્યને ગણનો ભાર સોંપી પોતે ‘સત્ત્વ-ભાવના'માં પોતાના આત્માને ભાવિત કરતાં-કરતાં વિચરી રહ્યા હતા.
ગોશાલક ભગવાન સાથે હતો. તેણે ગામમાં ફરતાં-ફરતાં પાર્થાપત્યય સ્થવિર મુનિચંદ્રને જોયા. તેમની પાસે જઈ તેણે પૂછ્યું–તમે કોણ છો?
તેમણે કહ્યું અમે શ્રમણ-નિર્ઝન્યો છીએ.
ગોશાલકે કહ્યું –અહો ! તમે કેવા શ્રમણ-નિર્ચન્થ? નિર્ઝન્ય હોવા છતાં પણ તમે પોતાની પાસે આટલો ગ્રંથ-પરિગ્રહ કેમ રાખો છો?
એટલું કહીને તેણે ભગવાનની વાત તેમને કહી અને પૂછ્યું–શું તમારા સંઘમાં પણ આવા કોઈ મહાત્મા છે ?
*
૧
,
૧.
3.
ઉત્તરાધ્યયન નિયુક્ટ્રિ, માથા B+૨: गोअम-केसीओ आ, संवायसमुट्ठियं तु जम्हेयं । तो केसिगोयमिज्जं, अज्झयणं होइ नायव्वं । आवश्यक नियुक्ति, मलयगिरिवत्ति, पत्र २४१ : पासजिणाओ य होइ वीरजिणो। अड्डाइज्जसएहि गएहिं चरिमो समुप्पन्नो ।।
आयारचूला १५। २५ : समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समणोवासग यावि होत्था। મવડું, ૨૪૨૩-૪રૂરૂ I એજન, કાર૬૪-૨૫૭૫ એજન, ૨૨૦-૩૪ I સૂયગડો, બીજા શ્રુતસ્કંધનું સાતમું અધ્યયન.
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org