Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૫૬૦
અધ્યયન-૨૩ : આમુખ
મુનિચન્ટે કહ્યું–જેવો તું છે તેવા જ તારા આચાર્ય પણ હશે.
આથી ગોશાલક કોપાયમાન થઈ ગયો. ક્રોધાગ્નિથી સળગતાં તેણે કહ્યું–જો મારા ધર્માચાર્યના તપનો પ્રભાવ હોય તો તારો આ પ્રતિશ્રય-આશ્રય સળગીને ભસ્મ થઈ જાઓ.
મુનિચન્દ્ર કહ્યુંતારા કહેવા માત્રથી અમે સળગી નહિ જઈએ. ગોશાલક ભગવાન પાસે આવ્યો અને બોલ્યો–ભગવાન ! આજ મેં સારંભ સપરિગ્રહી સાધુઓ જોયા. ભગવાને કહ્યું તેઓ પાર્શ્વનાથની પરંપરાના સાધુ છે.
રાતનો સમય થયો. કુંભાર કૃપક વિકાળ વેળાએ બહારથી પોતાને ઘરે પહોંચ્યો. તેણે એક બાજુ એક વ્યક્તિને ધ્યાનમાં ઊભેલ જોયો અને એમ સમજીને કે “આ ચોર છે, તેને ગળેથી પકડ્યો. સ્થવિર મુનિચંદ્રનું ગળું ઘુંટાવા લાગ્યું. અસહ્ય વેદના થઈ રહી હતી પરંતુ તેઓ નિષ્કપ રહ્યા. ધ્યાનની લીનતા વધી, તેઓ કેવળજ્ઞાની બન્યા અને સમસ્ત કર્મોનો ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની ગયા.'
એક વાર ભગવાન મહાવીર “ચોરાક’ સન્નિવેશમાં ગયા. ગોશાલક સાથે હતો. ત્યાંના અધિકારીઓએ તેઓને ગુપ્તચર સમજી પકડી લીધા. ગોશાલકને એક દોરડાથી બાંધી કૂવામાં લટકાવી દીધો. ત્યાં ઉત્પલની બે બહેનો-શોભા અને જયંતિ રહેતી હતી, તે બંને દીક્ષિત થવા માટે અસમર્થ હતી, આથી કરીને પાર્વીપીય પરિવ્રાજિકાઓના રૂપમાં રહેતી હતી. તેમણે લોકોને મહાવીરના વિષયમાં યથાર્થ જાણકારી આપી. અધિકારીઓએ મહાવીર તથા ગોશાલકને બંધનમુક્ત કરી દીધા. ૨
એક વાર ભગવાન ‘તમ્બાક' ગામમાં ગયા. ત્યાં પાર્વાપત્યય સ્થવિર નંદીસેન પોતાના બહુશ્રુત મુનિઓના ઘણા મોટા પરિવાર સાથે આવેલા હતા. આચાર્ય નંદીસેન જિનકલ્પ-પ્રતિમામાં સ્થિત હતા. ગોશાલકે તેમને જોયા અને તેમનો તિરસ્કાર કર્યો. ગામના અધિકારીઓએ પણ આચાર્યને ગુપ્તચર સમજી પકડ્યા અને ભાલાઓ વડે ઘાયલ કર્યા. અસહ્ય વેદના સમભાવપૂર્વક સહન કરતાં તેમને કેવળજ્ઞાન થયું. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા.
એક વાર ભગવાન કૃવિય” સંનિવેશમાં ગયા. ગોશાલક સાથે હતો. ત્યાંના અધિકારીઓએ બંનેને ગુપ્તચર સમજી પકડી લીધા. ત્યાં પારર્થાપત્યીય પરંપરાની બે પરિવ્રાજિકા–-વિજયા અને પ્રગલ્યાએ આવીને તેમને છોડાવ્યા.*
આ રીતે પાર્શ્વનાથની પરંપરાના સાધુઓની જાણકારી આપનારા અનેક પ્રસંગો ઉપલબ્ધ થાય છે. મુળ આગમ-સાહિત્યમાં અનેક સ્થળે ભગવાન મહાવીરના મુખેથી પાર્શ્વ માટે ‘પુરુષાદાનીય’ શબ્દનો પ્રયોગ થયો છે. આ આદરસૂચક શબ્દ છે.
કુમાર-શ્રમણ કેશી ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ચોથા પટ્ટધર હતા. પ્રથમ પટ્ટધર આચાર્ય શુભદત્ત થઈ ગયા. તેમના ઉત્તરાધિકારી આચાર્ય હરિદત્તસૂરિ હતા, જેમણે વેદાંત-દર્શનના પ્રસિદ્ધ આચાર્ય ‘લોહિય' સાથે શાસ્ત્રાર્થ કરી તેમને ૫૦૦ શિષ્યો સાથે દીક્ષિત કર્યા હતા. આ નવદીક્ષિત મુનિઓએ સૌરાષ્ટ્ર, તેલંગાણા વગેરે પ્રાંતોમાં વિહાર કરી જૈન શાસનની પ્રભાવના કરી, ત્રીજા પટ્ટધર આચાર્ય સમુદ્રસૂરિ હતા. તેમના કાળમાં વિદેશી નામે એક પ્રચારક આચાર્યે ઉજ્જૈની નગરીમાં મહારાજા જયસેન, તેમની રાણી અનંગસુંદરી અને તેમના રાજકુમાર કેશીને દીક્ષિત કર્યા. આગળ ચાલતાં મુનિ કેશીએ નાસ્તિક રાજા પરદેશીને સમજાવ્યો અને તેને જૈન ધર્મમાં સ્થાપિત કર્યો."
એક વાર કુમાર-શ્રમણ કેશી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં-કરતાં ‘શ્રાવસ્તી'માં આવ્યા અને ‘હિંદુક' ઉદ્યાનમાં ઉતર્યા. ભગવાન મહાવીરના શિષ્ય ગણધર ગૌતમ પણ સંયોગવશાત તે જ નગરમાં આવ્યા અને કોઇક' ઉદ્યાનમાં ઉતર્યા, નગરમાં આવતાં-જતાં બંને પરંપરાઓના શિષ્યો એકબીજાને મળ્યા. બંનેના મનમાં જિજ્ઞાસા પેદા થઈ. આપસમાં ઉહાપોહ કરતાં
૧. માવાન, વૃત્તિ પત્ર, ર૭૮. ૨. એજન, પત્ર, ૨૭૮, ૨૭૬ . ૩-૪. એજન, પત્ર, ર૮૨ . ૫. સમરસિંહ, પૃષ્ઠ ૭૫, ૭૬ !
૬. નમિનોદ્ધાર પ્રવચ શરૂદ્દ :
केशिनामा तद्-विनेयः, यः प्रदेशीनरेश्वरम् । प्रबोध्य नास्तिकाद् धर्माद, जैनधर्मेऽध्यरोपयत् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org