Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ અધ્યયનકે સાથ પ્રશ્નમ અઘ્યયનકા સમ્બન્ધપ્રતિપાદન
આચારાંગસૂત્રનું ‘લાકસાર' નામનું પાંચમું અધ્યયન.
22
ચેાથું અધ્યયન કહેવાઇ ગયું છે, હવે અહીંથી પાંચમા અધ્યયનના પ્રારંભ થાય છે. ચાથા અધ્યયનમાં સમ્યક્ત્વ અને તેના અ ંતર્ગત જ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ પાંચમા અધ્યયનનું નામ “ લાકસાર ” છે. લાકમાં સારભૂત ચારિત્ર છે. તે ચારિત્ર સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનથી થાય છે. તાત્પર્ય કે તેનાથી થતું ચારિત્ર તેજ સમ્યક્ ચારિત્ર છે. તેને જ મોક્ષનું પ્રધાન કારણ માનવામાં આવે છે. લેાકના સાર ધર્મ, ધર્મના સાર જ્ઞાન, જ્ઞાનના સાર ચારિત્ર અને ચારિત્રના સાર મેક્ષ છે. આ કારણોથી લેાકમાં સારભૂત હાવાથી ચારિત્રનું જ વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવશે. હોમ્ય સરઃ િિચન્તનીયઃ” અર્થાત્ ચારિત્ર જ લાકના સાર છે એમ માનવું જોઈએ. આ અહીં અધ્યયનના અર્થાધિકાર છે. ઉદ્દેશના અર્થાધિકાર આ પ્રમાણે છે:
પ્રશ્નમ અઘ્યયનકે છ ઉદ્દેશોં મેં વર્ણિત વિષયોંકા સૂચન
આ અધ્યયનના છ ઉદ્દેશ છે, તે ઉદ્દેશો પૈકી (૧) પ્રથમ ઉદ્દેશમાં પહેલાહિંસાસમાર ભાધિકાર, બીજો—જેને માટે હિંસા આદિ સાવધ વ્યાપારા કરવામાં આવે છે તે વિષયાના અધિકાર, ત્રીજો–વિષયાને માટે જ વિચરણ કરવાવાળા મુનિ નથી થતા-એના અધિકાર; આ પ્રકારે ત્રણ અધિકારો કહેવામાં આવેલા છે.
(૨) ખીજા ઉદ્દેશમાં એ બતાવવામાં આવ્યુ છે કે હિંસાદિથી, વિષયાદિથી અને અપ્રશસ્ત એકચર્યાથી રહિત જ મુનિ થાય છે.
(૩) ત્રીજા ઉદ્દેશમાં એ વાતની વ્યાખ્યા ખતાવવામાં આવી છે કે જે હિંસાદિથી, વિષયાદિથી અને અપ્રશસ્ત એકચર્યાથી રહિત છે, તે જ મુનિ છે, તે જ અપરિગ્રહી છે અને તે જ કામભોગોથી વિરક્ત છે.
(૪) ચેાથા ઉદ્દેશમાં આ ગીતા મુનિએ એકલવાયા ( એકલવિહારી ) જીવનમાં રહીને વિચરવું ન જોઈ એ, કારણ કે આવા પ્રકારના વિહારમાં તેને ઘણા પ્રકારનાં વિઘ્નો આવે છે, આ વિષય ખતાવવામાં આવેલ છે.
(૫) પાંચમા ઉદ્દેશમાં એ બતાવવામાં આવ્યું છે કે મુનિને દસમાન હાવું જોઈ એ. મન, વચન અને કાયાના ચોગ સ્થિર રાખવા જોઇએ, સ્ત્રી આદિના સગથી દૂર રહેવું જોઈએ અને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રને ધારણ કરવાવાળા હાવો જોઈ એ. સ`શયાદિક દોષોથી પરે હોવો જોઇએ.
(૬) છઠ્ઠા ઉદ્દેશની અંદર સાધુને ઉમામાં વિચરવાના ત્યાગ અને રાગ તથા દ્વેષના ત્યાગ કરવા તે વિષય બતાવવામાં આવ્યા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૦