Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપ્રશસ્ત એકચર્યાને પ્રસંગ જ છે. માટે આ પ્રકરણમાં અપ્રશસ્ત એકચર્યાનું જ કથન સમજવું જોઈએ. આ અપ્રશસ્ત એકચર્યાવાળી વ્યકિત કેવી હોય છે? તેને માટે સૂત્રકાર “સ વહ્યું:” ઈત્યાદિ પદોથી તેનું વિવરણ કરે છે–વિષયસુખ
લુપી તે અપ્રશસ્ત-એકચર્યાચારી મુનિ ઘણે ક્રોધી હોય છે. ઘણા ક્રોધ છે જેને તે વદુરોધ છે. આ જગ્યાએ “વૈદ્ય ” એવો જે બહુવચનને પ્રયોગ કરેલ છે તે કોઇની અનેક જાતીઓનું પ્રદર્શક છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ઇંધ ત્રણ પ્રકારની હોય છે. વિષય-સુખ–લેલુપી અપ્રસ્તએ કચર્યાચારી મુનિને ક્રોધને ઉત્કૃષ્ટ પ્રકાર થાય છે. અથવા તે અલ્પકૅધીનથી હોતો, પરંતુ ઘણે ઠેધી હોય છે. આ પ્રકારમાં પણ ક્રોધના ત્રણ પ્રકાર છે, અલ્પ ક્રોધ, મધ્યમ ક્રોધ, અને બહુ ક્રોધ. આ સ્થળે ત્રીજા પ્રકારના ક્રોધને જ ગ્રહણ કરવામાં આવેલ છે. એ જ પ્રકારે માન, માયા અને લેભ આદિમાં પણ સમજી લેવું જોઈએ-તે ઘણો માની હોય છે, બહુ માયાવાળો હોય છે, ઘણે લોભી હોય છે. ઘણે લોભી થવાનું કારણ એ છે કે તે એવું સમજે છે કે આ બધું ખાવા માટે જ છે. આ રીતે તે ખાદ્ય વસ્તુઓને સંગ્રહ કરવામાં અધિક લુપી બને છે માટે તે બહુરજઅધિક પાપી હોય છે. અથવા બહુરત હોય છે–આરંભસમારંભાદિકોમાં આસક્ત રહે છે. બહટ હોય છે-જે પ્રકારે બીજા પ્રાણીઓને મેહિત કરવા માટે નટ અનેક પ્રકારના વેષ ધારણ કરે છે તેવી રીતે આ પણ બીજા જીવને પોતાની તરફ મુગ્ધ કરવા માટે અનેક પ્રકારના વેષ ધારણ કરે છે-ક્યારેક એ પોતાની દાઢીના વાળ વધારે છે, ક્યારેક પિતાના શિરની જટાને વધારે છે, કયારેક માથામાં ચોટલી રાખે છે અને ક્યારેક માથાને ચેકખું સપાટ બનાવી દે છે, આ રીતે અનેક પ્રકારના વેષ ધારણ કરીને માનસન્માનાદિ પ્રાપ્ત કરવા સદા અભિલાષી રહે છે. આ જ દુર્ઘત્તિથી એ સમય સમય પર આવા પ્રકારના વેષ ધારણ કરે છે. તે બહશઠ હોય છે, એટલે-અનેક પ્રકારોથી પિતાની શઠતાને ઉપયોગ કરે છે. તે બહુસંકલપી પણ હોય છે–રાત દિવસ તે એ વિચાર કરે છે કે મારી પ્રતિષ્ઠા કેવી રીતે વધે, કેવી રીતે લેકે મારું સન્માન કરે, કયા કાર્યથી મને ઉત્તમ ઉત્તમ આહારાદિ સામગ્રીને લાભ મળે ? તે આ આસવસક્તિ હોય છેકર્મોના આસવના કારણભૂત પ્રાણાતિપાતાદિક કાર્યોમાં આસકિત ધરાવનાર બને છે. તે પવિતાવચછન્ન હોય છે, આરંભસમારંભાદિક કર્મોનું નામ પલિત થાય છે. તેનાથી યુક્ત થવું તે પલિતાવછન્ન છે. ઉસ્થિતવાદનું કથન કરનાર બને છે, રત્નત્રયની આરાધના કરવા માટે ઉદ્યત થવું તેનું નામ ઉસ્થિત છે, લેકેને છેતરવા માટે એને ભાવ બતાવો એ ઉસ્થિતવાદ છે, આ ઉસ્થિતવાદને તે પોતાનામાં એવા પ્રકારે પ્રગટ કરે છે કે “ હું પણ ભગવસ્ત્રતિપાદિત સંયમની આરાધના કરવા માટે અને તે તે સ્થાન પર જનશાસનની પ્રભાવના માટે કટિબદ્ધ છું. તાત્પર્ય એ છે કે–આ પ્રકારે તે આગમનિષિદ્ધ એકાકીવિહાર કરવારૂપ માર્ગનો અનુગામી હોવા છતાં પણ ભગવપ્રતિપાદિત સંયમમાર્ગના આરાધક અને જીન શાસનના પ્રભાવકરૂપથી પિતાની ખ્યાતિ કરે છે. સાવદ્ય વ્યાપારો કરવા છતાં
શ્રી આચારાંગ સૂત્રઃ ૩