Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઉત્તર–કહેવું તે ઠીક છે, પરંતુ એની આગળ કદાચ અમને કોઈ ઉપમા દષ્ટિપથ થાત તો અમે એનું વર્ણન પણ કરી દેત, પણ એની આગળ તે ઉપમાને જ અભાવ છે, એમની ઉપમા એમનામાં જ છે. એટલે કામ રત્ર 7 વિ ” કઈ પણ પદાર્થની ઉપમાથી અમે તેમના સ્વરૂપનું કથન કરી શકતા નથી. એ ઉપમાથી પર છે.
શંકા–એમની સત્તા કેવી છે–એમના અસ્તિત્વનું કોઈ રૂપથી વર્ણન થઈ શકે છે?
ઉત્તર–“અવળી સત્તા ” એમની સત્તા અરૂપી છે. એમના અસ્તિત્વનું વર્ણન કોઈ પણ રૂપથી થઈ શકે નહિ. કોઈ પણ પ્રકારે જેનું વર્ણન ન થઈ શકે તેનું નામ “અરૂપિણી” છે. પહેલાં એ કહ્યું છે કે – સિદ્ધ દશા રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિથી રહિત છે તથા હસ્વ, દીર્ઘત્વાદિક ધર્મ એમાં સંભવિત થતો નથી. આ બધા પુગલના ધર્મ છે. પુદ્ગલ જ મૂર્તિક છે. બીજા દ્રવ્ય અમૂતિક છે. આત્મા પણ કર્મબંધની દશામાં મૂર્તિક માનવામાં આવે છે, પરંતુ પોતાના નિજસ્વરૂપ અથવા સિદ્ધ અવસ્થાની અપેક્ષાથી અમૂતિક જ છે. એટલે અમૂર્તિક આત્માનું હસ્વત્વ આદિ રૂપ ન હોવાથી એની મારફત એના અસ્તિત્વનું વર્ણન પણ કઈ રીતે થઈ શકે? અથવા “અપિ” આ શબ્દ દ્વારા મુક્ત આત્માની સત્તા, રૂપરહિત જ કહેવામાં આવી છે, તે પણ તેની સાથે જ રહેનાર રસ, ગંધ અને સ્પર્શને પણ રૂપના નિષેધથી નિષેધ થયો જ સમજવો જોઈએ.
પર્શ પૂર્વ રાતિ” જેનું કોઈ પદ–સ્થાન અથવા અવસ્થાન વિશેષ નથી એ અપદ છે. જેના દ્વારા અર્થને બંધ થાય છે એ પદ . અપદનો વાચક કોઈ પદ-શબ્દ નથી. જે કહેવા યોગ્ય હોય છે એ જ કહેવાય છે. ઘટાદિક પદાર્થ ઘટાદિ શબ્દથી આ માટે પ્રતિપાદિત હોય છે કે તે એ શબ્દો દ્વારા કહેવાને ગ્ય હોય છે. વાચવાચકભાવ અથવા પ્રતિપાદ્યપ્રતિપાદક ભાવ સંબંધ પોતાના યોગ્ય પદાર્થોમાં જ હોય છે, અન્યમાં નહિ. સિદ્ધ દશા અપદ છે, આથી એનું વર્ણન કરનાર કોઈ પદ નથી. વિશેષ-આ બધું આત્માના વિશુદ્ધ રૂપની દૃષ્ટિથી નિશ્ચય નયને અભિપ્રાય લઈને કહેવાયું છે, એમ સમજવું જોઈએ. એને વાચક કોઈ શબ્દ નથી આ કથન કોઈ એકાત રૂપથી સમજવું ન જોઈએ, અન્યથા એ સર્વથા અવક્તવ્ય હોવાથી અવક્તવ્ય આ શબ્દથી પણ કહી શકાય નહિ; તેમ રૂપ, રસ,ગધઈત્યાદિને નિષેધ પણ ત્યાં થઈ શકે નહિ. તથા એના અભાવાત્મક-“રૂપાદિ રહિત છે” એવા બોધથી પણ એ બાહ્ય નહિ થાય આ માટે સિદ્ધસ્વરૂપની પૂર્ણ દશાને વાચક કોઈ શબ્દ નથી–એટલામાં જ આ બધાં કથન ચરિતાર્થ સાર્થક સમજવું જોઈએ (સૂ) ૬)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૪