Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
માટે એ કાળમાં સમુચિત દ્રવ્યસંલેખનારૂપ આનુપૂર્વથી તે અશનાદિકને ઓછાં કરે, એવું કહ્યું છે, અને આ જ વિચારથી ચઉત્થ-છઠ્ઠ આદિ રૂપ આનુપૂર્વીને અહિં ગ્રહણ કરવામાં આવેલ છે.
આ દ્રવ્યસંલેખનારૂપ આનુપૂર્વીથી આહારની કૃશતા-અલ્પતા કરી ફરી તે સાધુ એના પછી ક્રોધાદિક કષાયેને દૂર કરે. આ બધું છોડ્યા બાદ પછી તે પોતાના શરીરને નિયમિત વ્યાપારમાં લગાડે. અથવા પિતાના પરિણામેને શુદ્ધ રાખે. અથવા ક્રોધાદિક અધ્યવસાયરૂપ જવાળાને શાન્ત કરે. આ રીતની પ્રવૃત્તિથી તે મુનિ પંડિત મરણ માટે ઉદ્યોગશીલ બની કર્મક્ષપક તપની વિધિથી સંસિદ્ધ શરીરવાળા બની મહર્ષિયોદ્વારા તથા તીર્થકર ગણધરે દ્વારા સુચવાયેલા માર્ગના અનુગામી બની ઈંગિત મરણ કરે.
વા૪ –એ પદમાં ફલક ૧, આપદ્ ૨, અથી ૩, એવા ત્રણ શબ્દ છે, કને જે ક્ષય થાય છે, તે ફલક છે–સંસારમાં પરિભ્રમણ કરવાનું નામ આપદ છે. અર્થ શબ્દનો અર્થ પ્રયજન છે. કર્મક્ષયરૂપ ફલકથી સંસાર પરિભ્રમણરૂપ આપત્તિમાં જે પિતાના પ્રયજનના અભિલાષી છે, અર્થાત્ સંસારમાં ભ્રમણ કરાવવા વાળાં કર્મોને વિનાશ કરવાને જ જેને અભિપ્રાયરૂપ નિશ્ચય છે તે જાપ છે સૂત્રમાં અર્ચા શબ્દને અર્થ શરીરલેશ્યા–એટલે ક્રોધાદિરૂપ વાળા, એવો અર્થ કરવામાં આવેલ છે.
ભાવાર્થ–મુનિનું શરીર જ્યારે પોતાના કર્તવ્ય માર્ગનું આચરણ કરવામાં શિથિલ થાય છે ત્યારે એનું કર્તવ્ય છે કે તેણે સંસારજનક કર્મોને શ્રય કરવામાં પ્રજનશાળી થઈ ચતુર્થ ષષ્ઠ આદિ આનુપૂવથી આહાર અને કોધાદિક કષાયેને દૂર કરતાં કરતાં ઇંગિતમરણરૂપ સંથારે ધારણ કરે આ માર્ગ મહર્ષિયોદ્વારા પણ આજ અવસરમાં પહેલાં આચરવામાં આવેલ છે. આ વિચા રથી એ મુનિ પણ પિતાની શારીરિક ક્રિયાઓને નિયમિત કરી આવું મરણ કરવા માટે ઉત્તરોત્તર પરિણામોની વૃદ્ધિ કરતા રહે. આ સમયે થોડી પણ શિથિલતા ન આવે, એની પૂર્ણપણે સંભાળ રાખે. શપથ આ પદથી સૂત્રકારે આવું મરણ કરવામાં આત્મઘાત જેવું બનતું નથી તેમ પ્રપટ કરેલ છે. (સૂ૦૪)
| પ્રશ્ચમ સૂત્ર કા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા
એ મરણનીજ વિધિને પ્રદર્શિત કરતાં સૂત્રકાર કહે છે–વપરિણિત્તા ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬૫