Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આશ્રયસ્થાનોંમેં ભગવાનકો ભયંકર, અનેક પ્રકારઉપસર્ગ હુએ ઔર સાંપ, નેવલે તથા ગીધ આદિકે ભી ઉપસર્ગ હુએ .
શયનમાં આશ્રયવાળા સ્થાનમાં શ્રી મહાવીર પ્રભુ ઉપર ઘર ઉપસર્ગ ઉપસ્થિત થતા હતા. કયારેક ઉજજડ ઘરમાં રહેવાથી સર્પ વગેરે પ્રાણી તેમજ સ્મશાનમાં રહેવાથી ગીધ વગેરે પક્ષીથી અનેક પ્રકારનાં દુઃખ સહેવાં પડતાં હતાં ધીર વીર એવા પ્રભુ આ બધાં દુઃખને સહન કરતા તે ત્યાં સુધી કે જ્યારે ગીધ વગેરે પક્ષીયે તેમના શરીરના માંસને ચાંચથી ચાવતા તે પણ સમભાવથી બધુ સહન કરતા, પરંતુ તેનું નિવારણ કરતા નહીં. (૭)
આઠવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
ફરી
” ઈત્યાદિ.
ચોર વ્યભિચારી આદિ, શક્તિધારી ગ્રામરક્ષક, વ્યભિચારિણી સ્ત્રિયાં ઔર અન્ય પુરૂષ લોગ ભગવાન્કો ઉપસર્ગ કરતે થે .
ચાર, વ્યભિચારી વિગેરે માણસ તરફથી ભારે રીતને ત્રાસ આપવામાં આવતે, જેનું કારણ એ હતું કે એ લેકે ભગવાનને પોતપોતાના કાર્યોમાં વિધ્વરૂપ ગણુતા, આથી તેઓ ભગવાનને ચાબખાથી મારતા હતા. ગામની રક્ષા કરવાવાળા પટેલ પસાયતા વગેરે લેકે પણ કે જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર રહેતું હતું, ભગવાનને લૂટારા, ચેર વગેરે માનતા અને આ કારણે અવનવીન ત્રાસ આપતા. કઈ કઈ વખત કામથી મદનમત્ત બનેલી એવી સ્ત્રીઓ પણ ભગવાન પાસે એકલી આવતી અને તેમની પાસેથી વિષયભોગની લાલસા જણાવતી. આ કારણે આવી સ્ત્રીઓ પણ ભગવાનની ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ વરસાવતી. કેઈ પુરૂષવર્ગ પણ ભગવાનનું અતિશય લાવણ્યમય શરીર જોઈ એવી શંકા ધરાવતા કે “અમારી સ્ત્રીઓ આમનું લાવણ્યમય શરીર જોઈ અમારાથી વિરકત બની જશે ખરાબ વિચાર મનમાં લાવી એમના ઉપર ત્રાસ વરતાવતા. (૮)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૧૦