Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તેરવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા..
ફરી-કવિ (ચં' ઈત્યાદિ.
ભગવાનકો નિર્દોષ આહાર જેસા–કેસા અન્ત પ્રાન્ત ભી મિલતા થા ઉસીકો લે કર સંયમમેં સ્થિત રહતે થે, ઔર યદિ નહાં મિલતા થા તો વે કિસીકી
- નિન્દા નહીં કરતે થે .
ભગવાને ભિક્ષા નિમિત્તે જવાના સમયે જે પણ ગૃહસ્થને ત્યાં શુદ્ધ નિર્દોષ આહાર મળી જતે તેને ગ્રહણ કરતા, ચાહે તે બીલકુલ રૂક્ષ પણ કેમ ન હોય. હીંગ અને જીરૂ વગેરેથી વઘારેલા વ્યંજનાદિથી યુકત એમજ તક્ર-છાસમાં પડેલા મગ અને ચણાની દાળને ભીજાવી વાટી તૈયાર કરવામાં આવેલા પદાર્થનું નામ સૂચિત છે. ભાષામાં એને “વહીવડા” કહેવામાં આવે છે, સૂચિત-પદથી રાયતા, કરંબા વિગેરે પણ લેવાય છે. શેકેલા ચણ વગેરે અન્નનું નામ શુષ્ક છે. પર્યેષિત (વાસી) આહારને, ટાઢી અને જુની અડદની દાળ અને કળથી વગેરેને કુલ્માષ કહે છે નીરસ ધાન્યના ચેખા, અથવા લાંબા વખતથી બનાવેલા સકતપિંડ-બુક્કસ, અને યવધાન વગેરે, જેને ભાષામાં “નવની ઘળી કહે છે, એનેજ પુલાક કહે છે. આહારમાં પ્રભુને દહીવડાં વગેરે મળી જાય તે હર્ષ નહીં અને શેકેલા ચણા વગેરે શુષ્ક પદાર્થ મળે તે કેઈ શક નહીં. આનાથી બીજી જાતને કઈ પણ પદાર્થ ભલે મળે પણ તે નિર્દોષ અને શુદ્ધ હોય તો પ્રભુ એને પિતાના આહાર માટે ગ્રહણ કરી લેતા શુદ્ધ અને નિર્દોષ એ કઈ પણ પદાર્થ પ્રભુ પોતાના આહાર માટે ગ્રહણ કરી લેતા, ન મળવાથી પણ સંયમથી પોતાના મનને ચલિત થવા ન દેતા. આહાર મળે તે ઠીક ન મળે તે ઠીક, આ રીતે બનેમાં સમભાવ રાખતા. મળવાથી તેઓ આપનાર ગૃહસ્થની અથવા એ ગામની પ્રસંશા ન કરતા, અને ન મળતાં પિતાની કે, ન આપનાર ગૃહસ્થની અથવા એ ગામની નિન્દા ન કરતા. સમભાવથી સંયમ માર્ગમાં એકચિત્ત રહેતા. (૧૩)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૩૨