Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રાપ્ત થવાની અવસ્થા સુધી તેઓએ પોતાની છાસ્થ અવસ્થામાં પણ કઈ વખત પ્રમાદને અંશ પણ પોતાની પાસે આવવા દીધો નથી.
કઈ કઈ આ ગાથાના “કરિ મા રાજાઊં” આ વચનને કેવળ ભગવાનની પ્રશંસાપકજ માને છે. પ્રશંસા પ્રાયઃ વસ્તુસ્થિતિથી રિકત હોય છે. એનું કારણ પણ આ બતાવે છે કે ભગવાન છલેચ્છાધારી હતા, પ્રમાદસહિત અને સંયમથી પણ યુત હતા. આ કારણે તે લોકો “મવાને વુક્યા” એવું કહ્યા કરે છે તેનું આ પ્રકારનું કહેવું નિર્મૂળ છે સત્યથી રહિત છે. માલુમ પડે છે કે આ પ્રકારની કલ્પના કરવાવાળા માણસેને આગમનું આ રહસ્ય જાણવામાં આવ્યું નથી કે સમસ્ત તીર્થકર પિતાના દ્વારા અનુષ્ઠિત તપ અને સંયમની વિધિને પોતપોતાના ગણધરને કહે છે, આ પ્રકારનું કથન કરવાને ઉદ્દેશ ફક્ત એજ હોય છે કે બીજા મોક્ષાભિલાષી મુનિ પણ તેમના આ પ્રકારના તપ અને સંયમની અનુષ્ઠિત પ્રવૃત્તિને સાંભળીને અથવા જાણીને મુક્તિમાર્ગમાં ઉત્સાહશીલ બને અને મુકિતનો લાભ કરતા રહે. માટે સમસ્ત આગમમાં ગણધારેએ જે તીર્થકરોના ચરિત્રનું સૂત્રરૂપે વર્ણન કરેલ છે તે આ ઉપધાનશ્રુત નામના અધ્યયનમાં અન્ય મુનિજનના ઉપકાર નિમિત્ત વર્ણન કરેલ છે. આમાં તેમની પ્રશંસા કરવાની વાત જ ક્યાં છે ? આ વિષયમાં તેમની પ્રશંસા અંગેની કલ્પના કરવી બીલકુલ નિર્મળ જ છે. કહ્યું પણ છે–
" सव्वे तित्थयरा खलु, नियचरियं जं कहेइ उवहाणे । गंथति गणहरा त, तहेव नो नूणमब्भहियं” ॥१॥
આ આગમપ્રસિદ્ધ વાત છે કે પોતપોતાના ગણધર પાસે સમસ્ત તીર્થંકર પોતપોતાના ચરિત્રનું કથન કરે છે. તે ગણધર ઉપધાનમાં તે ચરિત્રનું એ જ રૂપથી (ન ઓછું ન વધારે) ગ્રથન કરે છે. (૧)
આ જે કહેવાયું છે કે ભગવાન છ લેફ્સાવાળા હતા તે પણ કહેવું યુકિતસંગત નથી, કારણ કે સ્વભાવતઃ ધર્મપ્રકૃતિસંપન્ન પ્રભુને ફકત ધર્મલેશ્યા માત્રને જ સદૂભાવ હોય છે, પાપ-વેશ્યાને નહી. તેજ, પદ્મ, અને શુકલ, આ ત્રણ લેશ્યાઓ ધર્મલેશ્યા કહેવાય છે. કૃષ્ણ, નીલ અને કાપત એ, અધર્મ–લેશ્યા (પાપ–લેશ્યા) છે. એ અધર્મ–લેશ્યાઓને ત્યાં લેશ માત્ર પણ સભાવ દેખવામાં આવતો નથી. કેમકે એ જ ઉદ્દેશમાં– " णच्चा णं से महावीरे, णो चिय पावगं सयमकासी । અને િવ ન વારિસ્થા, તંત્તિ નાજુલાબિતથા ” (૧-૮)
આ આઠમી ગાથા દ્વારા એ વાત સ્પષ્ટ કરેલ છે કે જ્યારે ભગવાને પોતે કદી પાપ કરેલ નથી, અને ન બીજાથી કરાવેલ, તથા કરવાવાળાઓને અનુદન પણ આપ્યું નથી. આ પ્રકારે જ્યારે તેઓ તીન કરણ અને ત્રણ વેગથી પાપના
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩ ૩૪