Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 334
________________ અને સમસ્ત અંગ ઉપાંગે સહિત શરીરનું પ્રક્ષાલન કરવું તે સર્વ-સ્નાન. અમાસુક જલથી સ્નાન કરવામાં અકાય જેની વિરાધના થાય છે, જેથી સ્નાન કરનારને તપ તેમજ સંયમને વિઘાત થાય છે. પ્રાસુક જળથી પણ સ્નાન કરવાથી જીની વિરાધના એ રીતે થાય છે કે તે પાણી વહેતું-વહેતું જમીનમાં સમાઈ જાય છે, તેમજ જમીનના છિદ્રોમાં ઉતરી જતું હોવાથી તેમાં રહેલા છ મરે છે, આ પ્રકારે તેના કષ્ટનું કારણ હોવાથી તેવા પ્રાસુક જળથી કરાયેલ સ્નાન પણ સાધુ માટે ત્યાજ્ય હેય છે. કહ્યું પણ છે– नोदकक्लिन्नगात्रोऽपि, स्नात इत्यभिधीयते । स स्नातो यो दमस्नातः, स बाह्याभ्यन्तरे शुचिः ॥१॥ चित्तमन्तर्गतं दुष्टं तीर्थस्नान शुद्धयति । शतशोऽपि वपुधौ तं सुराभाण्डमिवाशुचि ॥२॥ ફરી પણ-સ્નાન માં , મા બથમ રકૃતમ્ तस्मात् कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः ॥१॥ ફરી પણ–“મારૂઢાંમા , પૂરીમાન તે ન મરૂા. जे पापपंकमइला, ते मइला जीवलोयंमि" ॥१॥ ભાવાર્થ-પાણીને શરીર ઉપર ઢોળવું, અથવા તેનાથી શરીરને છેવું તેનું નામ સ્નાન નથી પણ એવા લૌકિક સ્નાનથી નથી બાહ્ય શરીરની શુદ્ધિ થતી કે નથી તેમ અંદરના આત્માની પણ, આ બન્ને પ્રકારની શુદ્ધિનું કારણ દમસ્નાન છે. પાંચ ઈન્દ્ર અને મનને વશ કરવાનું નામ દમ છે. આથી પાંચ ઈન્દ્રિયાને વશ કરવાથી શરીરની અને મનને વશ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. તેનું નામ અત્યંતર શુદ્ધિ છે. દમસ્નાન આ માટે કહેવાયેલ છે કે જે પ્રકારે જળસ્નાનથી શરીર વગેરે ઉપર લાગેલો મેલ દૂર થઈ જાય છે એ પ્રકારે આ દમકિયાથી ઈન્દ્રિય વગેરેની નિરળ પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ શારીરિક અને આત્મિક અપવિત્રતા પણ જેને મેલ જેવી માની લેવાયેલ છે તે નાશ પામે છે. દમસ્નાન વિના અન્તર્ગત ચિત્તની દુષ્ટતા હજારો તીર્થોમાં સ્નાન કરવાથી પણ નાશ પામતી નથી. જે રીતે દારૂ રાખવાનું કામ અનેક વખત સાફ કરવા છતાં પણ તે તેની વાસથી મુકત થઈ પવિત્ર બનતું નથી, તેવી રીતે બહારના સેંકડો ઉપાયથી છેવામાં આવેલ આ શરીર પણ કદી પવિત્ર થતું નથી, માટે જે સાધુ દમસ્નાન કરવામાં મસ્ત છે તેવા સાધુ આવા મદ અને દર્પકારી તથા કામના પ્રધાન કારણભૂત આ જળસ્નાનથી દુર રહે છે. આથી જ પ્રભુ આવી રીતથી દુર રહ્યા અને આત્મિક શુદ્ધિની વૃદ્ધિને માટે અગ્રેસર રહ્યા. ભગવાને આવી રીતે શરીરને સુખ મળે આ ભાવનાથી બીજાઓને પ્રેરિત કરી કદી પણ કોઈથી પિતાનું શરીર દબાવરાવ્યું નહિ, અને પિતાના દાંતેનું દેવું એટલે દાતણ કરવું વગેરે પણ કરેલ નહીં, કારણ કે આ બધી વાતે જૈનદીક્ષામાં હેય-ત્યાજ્ય-માનેલ છે. (૨) શ્રી આચારાંગ સૂત્ર ૩ ૩ ૨૭

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344