Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
બની શકતી નથી. તપથી બે લાભ થાય છે–એક તો સંચિત કર્મોની નિરા અને બીજુ સંવરની પ્રાપ્તિ, આ માટે મોક્ષાર્થીઓએ મોક્ષપ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરવી જોઈએ એ અનિવાર્ય છે. ભગવાને પણ આ અભિપ્રાયથી તપસ્યા કરવામાં જરા પણ બાકી રાખેલ નથી, અને વધારેમાં વધારે તપસ્યા કરવામાં પોતે પિતાના આત્માને જોડેલ. આ બારામાં એમને અનેક પ્રકારનાં પરિષહ અને ઉપસર્ગો સહેવા પડયા જે સામાન્ય માણસે માટે અસહ્ય હોય છે.
ભાવાર્થ-આથી એ વાત જોવામાં આવે છે કે જ્યારે કેઈ રેગ વગેરેથી પીડા ઉભી થાય છે ત્યારે તે ભુખે રહે છે જેથી તેને રોગ ઓછો થાય, પરંતુ ભગવાન તે જન્મથી જ ગાદિકથી રહિત હતા, તે પણ તપ કરવામાં તેઓએ જરા પણ ઉણપ રાખી નથી, તેનું કારણ ફક્ત કર્મોની નિર્જરા કરવાનું હતું. આ પ્રકારે ખાંસી–ઉધરસ વગેરેથી ભગવાન રહિત હતા. તેમના માટે ત્રણ લોકમાં એવી કઈ પણ વસ્તુ ન હતી કે જે તેમને માટે દુર્લભ હોય, તે પણ જ્યારે કુતરાઓ વગેરે તેમના ઉપર આકમણ કરતા અને ઉપસર્ગ આપતા, તેમના શરીર ઉપર ઝપટ મારી કરડતા-બચકાં ભરતા ત્યારે કઈ પણ ઔષધિને ઉપચાર પ્રભુ કરતા નહીં. (૧)
દૂસરી ગાથા કા અવતરણ, ગાથા ઔર છાયા !
આ વાતને વધુ સ્પષ્ટ કરવામાં આવે છે-સંશોળ ” ઈત્યાદિ.
ભગવાન્ કભી ભી રેચન ઔર વમનકા ઔષધ નહીં લિયા ઔર
ગાત્રામ્યજન, સંવાદન ઔર દત્તપ્રક્ષાલન નહીં કિયે .
ભગવાને કદી પણ સંશોધન–બસ્તિકર્મ—એનીમા અથવા વિરેચક ઔષધી વગેરે દ્વારા મળશુદ્ધિની ક્રિયા, કય-ઉલટી કરાવનારા ઔષધના ઉપચારથી શરીરની અંદરના કફ વગેરે મેલને બહાર કાઢવે, શતપાકકે સહસંપાક તેલથી મદન અથવા ચંદન, કંકુ કે કેશર વગેરેથી શરીરનું લેપન, ગરમ અથવા ઠંડા પાણીથી દ્રવ્યસ્નાન કરવું, આવી બધી કિયાઓને ભગવાને સર્વથા ત્યાગ કર્યો હતે, કારણ કે આ પ્રકારની ક્રિયાઓ કરવા માટે તેમના આચારથી તેમને કલ્પ ન હતો દ્રવ્યસ્નાન-દેશસ્નાન તથા સર્વસ્નાનના ભેદથી બે પ્રકારના છે. હાથ પગ વગેરેની શદ્ધિના સિવાય આંખ અને તેની પાપણાનું પણ પ્રક્ષાલન કરવું એ દેશનાન,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૩૨૬