Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કઈ કઈ સાધુ એવા પ્રકારથી અભિગ્રહ કરે છે કે હું બીજા સાધુઓ માટે આહારાદિક લાવી આપીશ, આ રીતે હું તેમની વૈયાવૃત્ય કરીશ તથા કઈ સાધુ મારા માટે આહાર પાણી લાવી આપશે તે હું સ્વીકાર કરીશ. આ અભિગ્રહને એક પ્રકાર છે. (૧)
કઈ કઈ સાધુ આ પ્રકારને અભિગ્રહ કરે છે કે-હું બીજા સાધમી સાધુ માટે આહારદિક લાવી આપીશ પણ બીજાના દ્વારા લાવેલ આહાર પાણી ઉપયોગમાં નહીં લઉં. આ અભિગ્રહને બીજો પ્રકાર છે. (૨)
કઈ કઈ સાધુ આ પ્રકારને અભિગ્રહ કરે છે કે હું બીજાઓ માટે આહારદિક લાવીશ તે નહીં પણ કઈ મને લાવીને આપશે તે હું તેને મારા ઉપગમાં અવશ્ય લઈશ. આ અભિગ્રહને ત્રીજો પ્રકાર છે. (૩)
કોઈ કોઈ સાધુ એ અભિગ્રહ કરે છે કે-બીજાઓના માટે હું આહારદિક લાવીશ નહીં તેમજ મારા માટે પણ બીજાથી મંગાવીશ નહીં. આ અભિગ્રહને ચોથો પ્રકાર છે. (૪)
આવા ચાર પ્રકારના અભિગ્રહમાંથી સાધુ પિતાની ઈચ્છામાં આવે તે કઈ પણ અભિગ્રહ ધારણ કરી શકે છે. અથવા આદિના ત્રણ અભિગ્રહોમાંથી પણ ચાહે તે ગ્રહણ કરી શકે છે. આ પક્ષમાં ચોથા અભિગ્રહની ભજના છે –ધારણ કરે, ન પણ કરે, નીચેના સૂત્રાશથી સૂત્રકારે એજ વાત પ્રગટ કરી છે. એમાં તેઓએ પહેલા બીજા અને ત્રીજા અભિગ્રહનું પ્રદર્શન કરેલ છે. (સૂ૩)
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા
આ પ્રકારે કઈ એક અભિગ્રહને ધારણ કરવાવાળા સચેલ તથા અચેલ સાધુની, શારીરિક પીડાના સદુભાવમાં અગર અસદ્દભાવમાં પિતાના આયુષ્યના અવશિષ્ટ ભાગના જાણકાર હેવાથી મરણવિધિ સૂત્રકાર પ્રગટ કરે છે“f” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૨