Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચૌવીસવી ગાથાકા અવતરણ; ગાથા ઔર છાયા |
વધુમાં આ સૂત્રકાર પ્રગટ કરે છે–“સાહહિં ઈત્યાદિ.
યદિ રાજા જીવનપર્યન્ત નિર્વાહકે લિયે ધનાદિક પ્રદાન કરે, ઔર કોઈ દેવ દિવ્ય શક્તિ દેને કે લિયે પ્રગટ હોવે તો ભી મુનિ અપને તપકો ખડિત નહીં
કરે . વહ મુનિ રાજપ્રદત એસ્વર્યકો ઔર દેવદત્ત દિવ્ય શક્તિકો આત્મકલ્યાણ કે પ્રતિકૂલ જાનકર જ્ઞાનાવરણીયાદિ સભી કર્મોકો વિનષ્ટ
કરે કઈ રાજા વગેરે એ ભિક્ષા માટે એના જીવનપર્યંતની જેનાથી એની જીવન યાત્રાને નિર્વાહ સારી રીતે થઈ શકે, તથા દાન કરવા છતાં પણ જે કદી ઓછું ન થઈ શકે એટલું દ્રવ્ય દેવાનું પ્રલોભન દઈ એને આમંત્રિત કરે, અથવા કેઈ દેવ વગેરે એના તપને ખંડિત કરવા માટે કુતુહલથી, વિરોધની ઈચ્છાથી અથવા દિવ્ય રિદ્ધિના પ્રભનથી એને આમંત્રણ આપે ત્યારે એ મુનિ આવા રાજ તરફના પ્રભનને, તથા દેવ આદિના પ્રપંચરૂપ એવા દિવ્ય ચમત્કારને શ્રદ્ધાની દ્રષ્ટીથી ન જુએ, એમાં લોલુપ બની તે પાતાના તપને ખંડિત ન કરે. આ પ્રકારનો વિચાર કરી છે માહન ! –હે શ્રમણ ! તમે સમસ્ત આઠ કર્મોને દૂર કરવામાં તે શાશ્વત જાવજીવ ટકનાર અર્થને અને દિવ્યમાયાને અનર્થકારક સમજે. તાત્પર્ય એ છે કે રાજમાં ઉંચી પદવી આપી અર્થ લેભનું પ્રલોભન દઈ નિમંત્રણ કરે, તેમાં અથવા દેવાદિકની માયામાં પ્રીતિ અને શ્રદ્ધા ન રાખનાર મુનિ “આ બધું મેક્ષ તથા એનાં સાધનોથી વિરૂદ્ધનું છે” એ વિચાર કરીને એવા અર્થલાભ અને દિવ્ય માયાના પ્રલોભનમાં ન ફસાય. દિવ્ય માયાનું નિરીક્ષણ કરી તે મુનિ પિતાના મનમાં એ પ્રકારને વિચાર કરે કે આ બધું મારી તપસ્યાથી પ્રતિકૂળ છે, અને મારા તપનું ખંડન કરાવવા માટે આ માયાજાળ ઉભી કરાઈ રહેલ છે, જે એમ ન હોય તે એક સાથે આટલું બધું કઈ રીતે બની શકે ? આથી ચેકસ છે કે આ બધું મૃગજળસમાન છે-આભાસમાત્ર છે–વાસ્તવમાં કાંઈ પણ નથી. (૨૪)
પચ્ચીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
વધુમાં સૂત્રકાર પ્રદર્શિત કરે છે–“શ્વહિં ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૮૯