Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ગમનની વિધિનું પાલન કરે છે તે મુનિ પિતાના શરીરના મેહથી તદ્દન વિરકત બની સિંહ, વાઘ, શીયાળ વગેરે માં સરકતભક્ષક જીવે દ્વારા પિતાના શરીરનું માંસ અને લેહી ખવાતા છતાં પણ ચલિત બનતા નથી–જરા પણ કષ્ટને અનુભવ કરતા નથી, અને મૃત્યુ આવતાં સુધી પણ તે ભિક્ષુ મહાસત્ત્વબલવિશિષ્ટ હોવાથી એવી હાલતમાં પણ એથી અચલિત બની દ્રવ્યથી સંથારાના સ્થાનથી અને ભાવથી શુભ અધ્યવસાયથી ચલિત થતા નથી. અર્થાતુશીયાળ વગેરે દ્વારા પોતાના શરીરના માંસ-લેહી ખવાયા છતાં પણ તે ભિક્ષુ સમાધિ સ્થાનથી બીજા સ્થળે જતા નથી. (૧૯)
બીસવી ગાથાકા અવતરણ, ગાથા ઔર છાયા
પાદપોપગમનમાં ઉત્તમતા બતાવતાં સૂત્રકાર એની વિધિ કહે છે-“સર્ચ ઈત્યાદિ
યહ પાઠપોપગમન મરણ ભક્તપરિણા ઓર ઈંગિતમરણસે શ્રેષ્ઠ છે, અતઃ
મુનિ પાદપોપગમનમરણ સ્વીકાર કરે !
આ પાદપોપગમન મરણની વિધિ પ્રથમ કહેવાયેલ ભકતપરિજ્ઞા અને ઇગિત મરણથી શ્રેષ્ઠ છે, આ કારણે તે ઉત્તમ ધર્મ છે. ઇંગિતમરણમાં શરીરનું પરિપાલન કરવાની અનુમતિ અપાયેલ છે. અથવા-ઈંગિત મરણ પાળવાવાળા સાધુ પોતાના શરીરની પાલનાનિમિત્ત બીજા સાધુઓને અનુમતિ આપી શકે છે, પરંતુ આ મરણમાં તે મરણ સ્વીકારનાર સાધુ પોતાના શરીરના પરિસ્પંદ-હલન -ચલનરૂપ ક્રિયાને પણ સંપૂર્ણ પણે પરિત્યાગી બની જાય છે. જેનાં મુળ તુટી ગયાં એવું ઉખડી ગયેલું વૃક્ષ જે રીતે સ્વયં ચેષ્ટાથી રહિત બને છે -ક્રિયાથી શૂન્ય થઈ જાય છે.–ચાહે તેને કાપી નાખવામાં આવે ચાહે બાળી નાખવામાં આવે, ચાહે સમસ્થાન પર પડે-ચાહે વિષમસ્થાન પર પડે, ગમે ત્યાં પડે જેમને તેમ પડી રહે છે,
નિષ્ટ રહે છે-જે સ્થાને પડયું હોય ત્યાંથી એક દરે પણ આગળ વધી શકતું નથી. આજ પ્રમાણે આ મરણને ધારણ કરનાર મુનિ માનવામાં આવેલ છે. એ દેહાશ્રિત સમસ્ત કિયાએથી શૂન્ય રહે છે, આ વિષયને
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
રજૂરી : ૩
૨૮૬