Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સાધુ અથવા સાવા આહાર કરતે સમય આહાર કો મુંહ કે દાહિને ભાગસે
બૉયે ભાગ કી ઓર સ્વાદ લેતે હુએ નહી લે જાવે, ઉસી પ્રકાર બૉયે સે દાહિને કી ઓર નહીં લે જાવે. ઇસ પ્રકાર સ્વાદ કી ભાવના સે રહિત હોકર આહાર કરના તપ હી હૈ. ભગવાનને જો કહા હૈ વહ સર્વથા સમુચિત હી
હૈ, એસી ભાવના સાધુ કો સર્વદા કરની ચાહિયે.
પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુ અથવા સાધવી એવા પ્રકારના આહારને કે જે ઉદ્ગમ ઉત્પાદન અને એષણાથી પરિશુદ્ધ છે, જે વખતે જે પણ જેટલા સ્વરૂપમાં પ્રાપ્ત થએલ છે, ગ્રહણ એષણું આદિ દોષોથી જે રહિત છે અને અંગાર અને ધૂમાદિક દેષ જેમાં નથી, એવા આહારને ભેગ-ઉપગમાં લાવે. અંગાર અને ધૂમાદિક દોષોના કારણ રાગ અને દ્વેષ છે. આનાથીજ તે આહાર અંગાર અને ધૂમાદિક દેષવિશિષ્ટ થાય છે. રાગ અને દ્વેષ હોવાનું કારણ પણ સરસ અને નિરસ આહારની પ્રાપ્તિ છે. તેનાથી જ તે બને તેમાં ઉત્પન્ન થાય છે, કારણના વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ માટે સૂત્રકાર અહિં રસની ઉપલબ્ધિરૂપ કારણના પરિહારનું પ્રદર્શન કરીને કહે છે કે તે ભિક્ષુ જે સમય આહાર કરે તે સમય ચાવતી વખતે તે આહારના રસાસ્વાદ માટે મોઢામાં એક તરફથી બીજી તરફ ફેરફાર ન કરે. કદાચ ગ્રાસને દક્ષિણ દાઢની નીચે રાખેલ હોય તે તેને એ જ દાઢ દ્વારા ચારે બીજી તરફ ન ફેરવે. કદાચ બીજી બાજુની દાઢ નીચે રખાએલ હોય તે તેનાથી જ ચાવે સામી તરફ તેને ન લઈ જાય. આ પ્રકારના પરિવર્તનથી આહારના રસની ઉપલબ્ધિ થાય છે માટે આ પ્રકારથી ચાવવું અને પરિવર્તન કરવું એ બન્ને સાધુ માટે હેય છે. એમ કરવાથી રસની ઉપલબ્ધિ થશે અને પછી તેનાથી તેને રાગ અને દ્વેષના કારણ અંગારધૂમાદિક દોષો ઉત્પન્ન થશે. આ માટે એવા દેષોથી બચવા માટે સાધુ આ રીતે આહારને ચાવે નહિ. જે સાધુજન આ પ્રકારથી ભેજન ચાવતા નથી અર્થાત્ એક જડબાથી બીજા જડબા તરફ તેને રસાસ્વાદ નિમિત્ત ફેરવતા નથી એથી આહારવિષયક રસાસ્વાદ ન આવવાથી તેઓ રાગદ્વેષની લઘુતા કરી દે છે. આ પરિસ્થિતિમાં જે પણ તેને અલ્પ માત્રામાં શુદ્ધ નિર્દોષ વિધિ અનુસાર આહાર મળે છે તે જ એને ગ્રાહ્ય હોવાથી એનાથી તપની પ્રાપ્તિ અને વૃદ્ધિ તેને થતી રહે છે. સાધુ માટે જે આ નિર્દોષ આહારનું વિધાન કહેલ છે તે બધું ભગવાન સર્વજ્ઞદ્વારા પ્રરૂપિત જ અહીં કહેવાયું છે, આ માટે આ પૂર્વોક્ત વિધાનને સર્વ પ્રકારે અને સર્વાત્મરૂપથી સત્યજ માનવું જોઈએ.
ભાવાર્થ–ભલે સાધુ હોય અગર સાધ્વી આહારને રસાસ્વાદ લીધા વિનાજ આરોગે. આ વાત સાધુ માટે ત્યારે જ બને છે કે જ્યારે તે આહારને મુખમાં
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૬૩