Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે મહાપુરૂષ હાવાથી કૃતિખળસંપન્ન હોય છે, તે આતીતાથ હૈાય છે—સારી રીતે જીવ અને અજીવ વગેરે પદાર્થોના જાણકાર હાય છે. અથવા સમ્યક્રૂપથી અતિકાન્ત થઇ ચુકયા છે સમસ્ત પ્રયાજન જેમનાં એવાં હોય છે, તે અનાતીત–અપાર સંસારથી પારગામી હાય છે.
તે મુનિ સર્વજ્ઞના ઉપદેશથી સુગતિના ગમનમાં વિસ ંવાદરહિત હોવાથી જ સજ્જનાને માટે હિતવિધાયક એવા ઈંગિતમરણરૂપ સત્યને જે કાયરોને માટે ભયકારક છે. જાણીને વીતરાગદ્વારા ઉપદેશેલ શાસનમાં વિશ્વાસ હાવાના કારણે સેવે છે અને સમજે છે કે આ ઔદારિક શરીર પ્રતિક્ષણવિનાશરૂપ છે. આ માટે એ મરણુદ્વારા ત્યાગ કરવો તે સર્વોત્તમ કાર્ય છે ?? મ ખ્યાલથી જે ઔદારિક શરીરના એના સેવનથી પરિત્યાગ કરે છે એટલે આ મરણનું આચરણ કરતી વખતે તેને અનેક પ્રકારના પરિષદ્ધ અને ઉપસર્ગ આવે છે તેને આનન્દ્વથી સહન કરે છે—એ તરફ ધ્યાન આપતા નથી. એવા કાલજ્ઞ સાધુનું વ્યાધિ પીડાથી થયેલ ઈંગિત મરણુ પણ કાળપર્યાય છે, કેમ કે કર્મીની નિરા અને સ્થળે સમાન છે, આ કારણે તે સાધુ સંસારના અન્ત કરનાર હોય છે અને જન્મ મરણની જાળને ભેદીને મોક્ષના અનુકૂળ માર્ગ ઉપર ચાલવાવાળા હોય છે. (સૂ॰ ૫) આમા અધ્યયનના છઠ્ઠો ઉદ્દેશ સમાસ ॥ ૮૬ ॥
સક્ષમ ઉદ્દેશકા ષષ્ટ ઉદ્દેશકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા ।
આઠમા અધ્યયનના સાતમા ઉદ્દેશ
છઠ્ઠો ઉદ્દેશ કહેવાઈ ગયેલ છે. હવે સાતમા ઉદ્દેશના પ્રારંભ થાય છે. આને પૂર્વ ઉદ્દેશની સાથે આ સંબંધ છે—પૂર્વ ઉદ્દેશમાં એકત્વની ભાવનાથી ભાવિત અન્તઃકરણવાળા, અને ધૃતિ સંહનનથી યુકત સાધુના ઈંગિત મરણનું વર્ણન કરેલ છે. આ ઉદ્દેશમાં પ્રતિમાએદ્વારા તે એકત્વભાવના સંપાદનીય છે. આ રીતે એકત્વભાવનાનું જ કથન કરીને વિશિષ્ટતર ( દૃઢ ) સંહનનથી યુકત એ સાધુને પાદપાપગમન સંથારા પણ વિધેય છે, આ પ્રતિપાદિત થશે.
આમાં સર્વપ્રથમ સૂત્રકાર પ્રતિમાપ્રતિપન્ન સાધુની અભિગ્રહવિશેષ અવસ્થાનું વર્ણન કરે છે—“સેમિવું” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૬૮