Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પકડીને માર્ગ ખતાવવા લઈ જાય છે તે ખીજા આંધળાને પણ માર્ગથી વેગળે કરી દે છે, અને ઉચિત સ્થાને પહેોંચાડી શકતા નથી. એ રીતે આવા મિથ્યાદૃષ્ટિના ક્દમાં પડેલા પ્રાણી પણ ઉચિત સ્થાને પહોંચી શકતા નથી. આથી એવા જીવ સ્વયં નાશ પામીને ખીજાના પણ નાશ કરે છે. લેાકાકિના વિષયમાં પણ ઘણી વખત વિવાદ કર્યા કરે છે.
इच्छन्ति कृत्रिमं सृष्टिवादिनः सर्वमेवमिति लिङ्गम् । कृत्स्नं लोके महेश्वरादयः सादिपर्यन्तम् ॥ १ ॥ नारीश्वर केचित् केचित् सोमाग्निसंभवं लोकम् । द्रव्यादि - पदविकल्पं जगदेतत् केचिदिच्छन्ति ॥ २ ॥ ईश्वरप्रेरितं केचित् केचिद् ब्रह्मकृतं जगत् । अव्यक्तप्रभवं सर्व विश्वमिच्छन्ति कापिलाः ॥ ३ ॥ यादृच्छिकमिदं सर्वं केचिद् भूतविकारजम् । केचिच्चानेकरूपं तु बहुधा संप्रधाविताः ॥ ४ ॥
ભાવા—સૃષ્ટિવાદી વૈશેષિક, મીમાંસક અને નૈયાયિક આદિ સિદ્ધાંતકાર આ લેાકને કૃત્રિમ અને આદિ–અન્ત–સહિત માને છે. કોઈ કોઈ અર્ધનારીશ્વરથી ઉત્પન્ન થએલ હોવાના સ્વીકાર કરે છે. સેામ, ચંદ્ર અને અગ્નિથી ા લેાક થયેલ છે તેમ કાઈ રહે છે. કોઈ ફાઈનો સિદ્ધાંત છે કે આ લાક દ્રવ્યાદિષડ્–વિકલ્પ-સ્વરૂપ છે. કાઈ કાઈ તેને ઈશ્વરથી ઉત્પન્ન થયેલ, કાઈ કાઈ તેને બ્રહ્માથી રચિત થયેલ માને છે. સાંખ્ય તેને પ્રકૃતિથી જનિત સ્વીકારે છે કાઈ કાઇ તેને સ્વતઃ ઉદ્ભૂત અને કોઈ કાઈ તેને પૃથ્વી આદિ પાંચ ભૂતાના વિકારસ્વરૂપ સ્વીકાર કરે છે. કોઇ તેને એકરૂપ, કાઇ તેને અનેક રૂપ પણ માને છે, આ પ્રકારથી આ લેાકના વિષયમાં ભિન્ન ભિન્ન સિદ્ધાંતકારાની ભિન્ન ભિન્ન માન્યતાએ આ પદે દ્વારા બતાવેલ છે, લેાક અને આત્મતત્ત્વના વિષયમાં ઉપર કહેલ એ માન્યતાઓ એ વ્યક્તિની છે કે જે અનેકાન્તવાદથી અજાણુ છે. કહ્યું પણ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૫