Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શીતસ્પર્શસે કમ્પિંતશરીર મુનિકો દેખ કર યદિ ગૃહપતિ પૂછે કિ હે આયુષ્મન્ ! ક્યા અપકા શરીર કામજનિત પીડાસે કંપિત હો રહા હૈ ? તો મુનિ ઉસસે કહે– હે ગાથાપતિ ! મેરા શરીર કામવિકારસે નહીં ૐપ રહા હૈં, કિન્તુ શીતકી બાધાકો મેં નહીં સહ પા રહા હું ઇસલિયે ૐપ રહા હૈ । ઇસ પર યદિ ગૃહપતિ કહે કિ હે આયુષ્યન્ ! તો આપ અગ્રિસેવન ક્યોં નહીં કરતે ? ઇસ પર
વહ સાધુ કહે કિ હે ગાથાપતિ! મુઝે અગ્રિકો પ્રજ્વલિત કરના યા ઉસકા સેવન કરના નહીં કલ્પતા । ઇસ પ્રકાર કહને પર યદિ વહ ગૃહપતિ યા અન્ય ગૃહસ્થ આગ જલા કર ઉસ મુનિકે શરીરકો તાપિત કરે તો વહ મુનિ ગૃહસ્થકો સમઝા કર અગ્નિસેવનસે દુર હી રહે ।
જે ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, આદિ સમૃદ્ધિથી યુક્ત છે, કસ્તુરી, ચંદન, આદિથી જેનુ શરીર લિપ્ત થઈ રહેલ છે, દેહ પણ જેની ખુખ સુંદર છે, ઘરમાં મનોહર અંગવાળી સ્ત્રીઓના સમૂહ છે, એવા કોઈ ગ્રહસ્થના ઘેર મધ્યમ અવસ્થાવાળા, અલ્પ ઉપધિના ધારક મુનિ આહાર લેવા માટે આવે ત્યારે તેને અધિક ઠંડીથી કાંપતાં જોઈ તે ગૃહસ્થ અન્તપ્રાન્તભાજી એવ તેજરહિત અકિંચન મુનિના તરફ સદેહયુક્ત વિચાર કરે છે કે આ મારા ઘરની સ્ત્રીઓના સુંદર રૂપ અને લાવણ્યને જોઈ શૃંગારની ચેષ્ટાથી અકળાઈ કાંપી રહેલ છે ? અથવા ઠંડીના સ્પર્શથી આનું શરીર કાંપી રહ્યું છે?” એવું વિચારી એ મુનિને પૂછે છે હે મુનિ ! તમારૂં શરીર મારા ઘરની સ્ત્રીઓને જોઈ કાંપી રહ્યું છે કે બીજા કોઈ કારણથી ?, આ પ્રકારની અસત્ય આશકાથી પૂછવામાં આવેલા ગૃહસ્થના એ પ્રશ્નને સાંભળી ભિક્ષુ એની આશંકાનું નિવારણ કરવાના હેતુથી કહે છે કે-હે આયુષ્યમન્ ! ગ્રામધર્મ --કામ-ની ચેષ્ટાસ્વરૂપ શૃંગારાદિ વિષયવાળા વિષય મને પીડતા નથી પરંતુ અત્યારે ઠંડી અધિક પ્રમાણમાં હાવાથી, તેમ મારી પાસે એ ઠંડીથી ખચાવ કરી શકે તે રીતે વસ્ત્રાદિક ન હોવાથી કાંપી રહ્યો છું. વસ્ત્રાદિક આછા હાવા છતાં પણ જો શરીર સશક્ત હોય તો ઠંડી સહન કરવામાં હરકત ન પડે, આ સમયે મારૂં શરીર પણ દુ`ળ છે, આથી ઠંડીના કારણે મારૂં શરીર કાંપી રહ્યું છે–કામચેષ્ટાથી નહીં. આ પ્રકારે મુનિથી જ્યારે તે પેાતાની આશંકાના ઉત્તર ઠીક ઠીક મેળવી લે છે ત્યારે તે લજ્જીત અને છે, સાથમાં તેના હૃદયમાં વિવેકના ઉભરી આવવાથી તે મુનિ પ્રત્યે ભક્તિ અને વિનયના ભાવથી ભરેલા અંતઃકરણવાળો થઇ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
२४७