Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
લે છે જેથી ઠંડીના ઉપદ્રવ નહિ થાય.
આ વસ્ત્રોથી વ્યવસ્થિત યુક્ત જે સાધુ હોય છે, તેના દિલમાં નિશ્ચયી આ પ્રકારના અધ્યવસાય થતા નથી કે મારામા વજ્રત્રય રાખવારૂપ પથી ઠંડીના નિવારણુ થતા નથી આથી ચોથા વસ્ત્રની યાચના કરૂં. જ્યારે સૂત્રકારે ચાથા વસ્ત્રની યાચના કરવારૂપ અધ્યવસાયના જ નિષેધ કરેલ છે તા આથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એ ચાથા વસ્ત્રની યાચના કરે પણ કઈ રીતે ?–એ યાચના તે સર્વથા ત્યાજ્ય જ છે, એટલું થઈ શકે છે કે એની પાસે જો પૂર્વક્તિ ત્રણ વજ્રન હેાય અને ઠંડી શરૂ થઈ ગઈ હોય તા તે પેાતાને માટે કલ્પનીય વસ્ત્રોની જ યાચના કરે. અકલ્પનીયની નહીં, આ જ વાત “ ” ૩૩ ઈત્યાદિ સૂત્રાંશથી પ્રગટ કરવામાં આવેલ છે. તે ભિક્ષુ યથૈષણીય— પ્રમાણથી અથવા મૂલ્યથી જે ઉત્કર્ષ અને અપકર્ષ રહિત છે એવા અપરિકમ વસ્ત્રોનીજ યાચના કરી શકે છે. તથા યાચના સમયે જે વસ્ત્ર જે રૂપમાં મળે એજ રૂપમાં તે શ્વેત વસ્ત્રાના ઉપયાગ કરે. અર્થાત્ યાચના સમયે સફેદ વસ્ત્ર જ લે છે અને તેને એ જ રૂપમાં રાખી પેાતાના કામમાં લઈ શકે છે. એને એ ધોઈ શકતા નથી તેમ હલદર કેશર કે તેવા પીળા રંગથી રંગી શકતા નથી.
કેમ કે એવાં વસ્ત્રો રાખવાથી શૃંગારના આવિર્ભાવ અની જાય છે. જે પહેલાં ધાવાયાં હોય અને પાછળથી રંગવામાં આવે તે ધૌત-રકત વસ્ત્ર છે. ગામડાએમાં વિહાર કરતી વખતે ચોર વગેરેથી વસ્ત્રો ચોરાઇ જવાના ભયથી વસ્ત્રોને કક્ષા કે પાત્રામાં છુપાવવાની કોશિશ ન કરવી જોઈએ, કેમ કે મુનિઆનાં વસ્ત્ર મૃત્યુથી અને પ્રમાણથી હીનજ હોય છે. તેમ સામાન્ય દશાનાં હાય છે, આથી એ અગાપનીય જ હોય છે. આ માટે એને છુપાવવાની કેશિશ ન કરવી જોઈએ. મૂલ્ય અને પ્રમાણથી હીન વજ્ર અવમચેલ કહેવાય છે. આ જેની પાસે હાય છે એટલે આવા વસ્ત્રને જો ધારણ કરે છે તે અવમચેલિક છે. એવા વસ્ત્રો મુનિએની પાસે હોય છે, કારણ કે તે જીર્ણ શી વાવાળા હાય છે. એ જ ત્રણ વસ્ત્ર અને એક પાત્ર, આ ચાર્જ આ સ્થવિરકલ્પધારી સાધુએની પાસે સામગ્યું–સાધન છે, બીજું નહીં.
દોરા સાથે મુહપત્તી, રજોહરણ અને પહેરવાનું વસ્ત્ર ઉપરાંત ત્રણ વસ્ત્ર અને એક પાત્ર મુનિ રાખી શકે છે, એનાથી અધિક નહીં. આ ત્રણમાંથી જો તે ચાહે તે ઓછાં કરી શકે છે પણ વધારી શકતા નથી.
વધુ વસ્રોની યાચનાની ભાવના કરવી એ પણ જ્યારે મના છે તે ચોથા વસની તે યાચના પણ કઈ રીતે કરી શકે છે. વિહારમાં તે સિંહની માફક વિચરેવન્નાની ખાખતમાં નિશ્ચિંત રહે, કારણ કે તે એટલાં મૂલ્યવાન અને પ્રમાણમાં અધિક નથી હોતાં કે ચોરાનુ મન લલચાય. આછી કિંમતનાં ટુંકાં અને મેલાં વસ્ત્ર હોય છે, ચોર એને લઈને કરે પણ શું ? આથી આ વોને છુપાવવાની સાધુએ કાઇપણ પ્રકારની ચેષ્ટા ન કરવી જોઇએ. (સૂ॰૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫૦