Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એવુ સમજીને જ નિગ્રન્થ એનુ સેવન કરતા નથી.
આ કારણે એના સેવનની અપેક્ષા અપવાદરૂપ બાળમરણ પણ પંડિતમરણ જ છે, એ વાત પણ અહિં પ્રતિપાદિંત કરવામાં આવી છે. આ વિષયને સૂત્રકાર બતાવે છે— તત્વ વિ' ઇત્યાદિ.
ઉપસર્ગજન્ય અભિભવના સમયે વહાયસ અને ગાદ્ધ પૃષ્ઠ આદિ બાળમરણ થવાથી પણ જેમ ચિરકાળ સુધી સચમની રક્ષા કરવાવાળા મુનિને માટે ખાર વર્ષની સલેખનાવિધિથી શરીરને કૃશ-નબળુ કરવાની સાથે અનશનરૂપ કાલપર્યાયથી ભકતપરિજ્ઞાદિમરણુ લાભદાયક થાય છે એ જ રીતે ઉપસર્ગજન્ય અભિભવ જે મુનિના ઉપર આવી પડે છે એ મુનિ માટે પણ વૈહાયસ અને ગારૢ પૃષ્ઠ મરણ પણ લાભદાયક બને છે. જેમ કોઈ અવ્રતી પ્રાણી લાંખા કાળને અંતે કાલપર્યાયોદ્વારા જેટલા કર્મોના નાશ કરી શકે છે એટલા જ કોના નાશ તે મુનિ થોડા જ કાળમાં કરી દે છે. આ અને પ્રગટ કરતાં સૂત્રકાર “ સોવિ’’ ઈત્યાદિ સૂત્રાંશ કહે છે—અહિં વિ’” શબ્દ એવુ પ્રગટ કરે છે કે કેવળ ભકતપરિજ્ઞા આદિને અનુક્રમથી ન કરવાવાળા પણ એ વૈહયસ આદિ મરણ પ્રાપ્ત કરનાર મુનિ એ મરણમાં પણ અન્તક્રિયારૂપ સંસારના અન્ત કરવાવાળા હાય છે. આ કારણ એનુ વૈહાયસ આદિ મરણ પણ ઔગિક જ છે.
આ વિષયના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ વૈડાયસ અને ગા... પૃષ્ઠ મરણ વિમોચન્તન-જેમના મોહ-અવવેક નષ્ટ થઈ ચુકેલ છે, એવા મોઢુરહિત મહાપુરૂષોનું કર્તવ્યરૂપથી સ્થાન છે. એ કલ્યાણકારી હોવાથી તિ-ઈષ્ટ છે, એ કર્મોની નિર્જરાપૂર્વક અવ્યાબાધ અમ દ આનંદપર પરાને આપનાર હોવાથી તે સુણ-સુખસ્વરૂપ છે, અર્થાત્ શિવસુખના આપનાર છે, વજા જે પ્રકારે પવ તોનુ ભેદન કરે છે એ જ રીતે આવું મરણ પણુ કર્મોનો નાશ કરવામાં સમર્થ હોવાથી ક્ષમ-શકિતશાળી છે. તથા કોંને આત્માથી ભિન્ન કરનાર હોવાથી તે નિઃશ્રેયસ–મોક્ષ આપનાર છે. અને આત્માને જન્મ મરણાદ્ઘિ અનન્ત દુઃખરૂપી ફ્રાંસલાનુ છેદન કરી મેાક્ષની તરફ લઈ જનારા હોવાથી તે આનુમિષ્ટ છે. એવુ' મરણ તે મુનિને માટે મંગળરૂપ થાય છે. (સ્૦૪)
આઠમા અધ્યયનના ચેાથેા ઉદ્દેશ સમાસ ૫ ૨૦૪ u
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૫૫