Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાધ્ય–સાધકભાવ જ નથી બની શકતે. એવી સ્થિતિમાં કોને હેત માની લેકની સિદ્ધિ કરી શકાય ! લોકની સિદ્ધિના અભાવમાં “ત્તિ છો?આ સાધ્ય અને પક્ષના વચનરૂપ જે પ્રતિજ્ઞા છે એની પણ સિદ્ધિ થઈ શકતી. સાધ્યની સિદ્ધિ હેતુથી થાય છે, કેમ કે હેતુ અને સાધ્યને પરસ્પર અવિનાભાવ સંબંધ થાય છે. અહિં લોકનું અસ્તિત્વ-વિધાયક હેતુને જ જ્યારે અભાવ છે–ત્યારે પછી સાધ્યની સિદ્ધિ હેતુના અભાવમાં થઈ પણ કેમ શકે ? ન થઈ શકવાથી પ્રતિજ્ઞાને હાનિ પહોંચે છે. આ કારણે મૂળ સૂત્રમાં “ મા” એ પદથી સૂત્રકારે આ કહ્યું છે કે “ત્તિ જ નરિત જ ઈત્યાદિ વિપ્રતિપત્તિઓ નિર્દેતુક છે એ વાત અહીં સુધી સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે કે એકાન્ત રીતિથી જ લોકના અસ્તિત્વને સ્વીકાર કરવામાં ઉપર્યુકત રીતિથી હેતુને અભાવ આવે છે.
જે હેતુ સિદ્ધ થાય છે તે જ સાધ્યમાં સાધક બને છે, અસિદ્ધ નહીં અસિદ્ધ સાધ્ય થાય છે. પ્રકૃતમાં અસ્તિત્વરૂપ હેતુ જ્યારે પિતાના સાધ્યના અન્તભૂત થઈ જશે ત્યારે તે સાધ્યસમ-અસિદ્ધ-હેવાથી સ્વયં સાધ્યકેટિમાં આવી જશે, અહીં સાધ્ય લોક છે, હેતુ પણ લોકસ્વરૂપ થઈ જવાથી તે સાધ્ય માફક થઈ જાય છે. સાધ્યસાધકભાવને અભાવ હોવાથી સાધનથી સાધ્યનું જ્ઞાન ન બની શકવાથી આ જગ્યાએ અનુમાન બની શકતું નથી. આ વિષયમાં ટીકાકાર કહે છે કે–ઘણું કહેવાનું હતું, પરંતુ વિસ્તારના ભયથી આટલું જ કહેવું બરાબર છે. આ પ્રકારે જ “વો છો” ઈત્યાદિ વાક્યમાં પણ એકાતવાદનું નિરસન અને સ્યાદ્વાદ પક્ષનું સમર્થન કરી લેવું જોઈએ. જે લોકો એકાન્તરૂપથી “નાસ્તિ રો:” આ વાતને કહે છે, અમે તેવા વાદીઓને એવું પૂછીએ છીએ કે “તમે સ્વયં અતિરૂપ છે કે નાસ્તિરૂપ ? ” જે અસ્તિરૂપ છે તો લોકના અન્તર્ગત છે કે તેનાથી બાહર? જે લોકના અન્તર્ગત પિતાને માનતા હો તો “નાપ્તિ હો! આ પ્રકારે કહેતાં આપને સંકોચ કેમ નથી થતું? કેમ કે તમે સ્વયં અસ્તિત્વ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૮