Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રૂપથી લોકની અંદર પોતાને માની રહ્યા છે. જે લોકની અંદર પોતાને ન માનતા હો તે તમારી વંધ્યાપુત્રની તરહ સ્વતંત્ર સત્તા જ સિદ્ધ થઈ શકતી નથી. એટલે અસત્યાત્મક હોવાથી એ અંગે તમારી સાથે વાદવિવાદ કર વ્યર્થ છે. વાદવિવાદ સત્યની સાથે હોય છે, અસત્ય વયાપુત્રની સાથે નહીં.
અમારા અનેકાન્તવાદિઓના સિદ્ધાંતમાં ન કેઈનું એકાન્તથી એકત્વ માનેલ છે અને ન તે એકાન્તથી કેઈનું અસત્વ. સત્વ અને અસત્વ આ બે ધર્મ છે. અને એને સંભવ સ્વદ્રવ્યાદિ-ચતુષ્ટયની અપેક્ષાથી જ સ્વીકૃત છે. જેમઘટાદિ દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી જ છે, પરદ્રવ્ય પટાદિકના દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાથી નહીં. એની અપેક્ષાથી તે એના અસત્વને જ અંગીકાર છે. કહ્યું પણ છે–
“सदेव सर्व को नेच्छेत् , स्वरूपादिचतुष्टयात् ।
સવ વિકસાવેન વ્યતિષ્ઠરે છે ? ''તિ છે વસ્તુ સ્વદ્રવ્યાદિકની અપેક્ષાથી સર્વાત્મક અને પરદ્રવ્યાદિકની અપેક્ષાથી અસત્પાત્મક માનવામાં આવેલ છે. આ પ્રકારની માન્યતા ન માનવાથી કોઈપણ વસ્તુની સ્વતંત્ર સત્તા સિદ્ધ થઈ શકતી નથી. આ સુદઢ અનેકાન્તવાદનું સામ્રાજ્ય છે.
આ રીતે એ રૂપથી એકાન્તરૂચમાં ગર્ભિત થવાના કારણે, પરસ્પરમાં વિરૂ. દ્વાર્થની પ્રરૂપણું કરવાવાળા અન્ય તીર્થિઓના મત નિર્દોષરૂપથી કહેવાયેલ નથી અને એ કારણે અસર્વજ્ઞ પ્રણીત હોવાથી સારી રીતે પ્રરૂપિત પણ નથી. આ કારણે સ્યાદ્વાદસામ્રાજ્યના બહિર્ભત હોવાથી પરવાદીઓને ધર્મ સર્વથા હેય છે. (સૂ૦૩)
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા
અનેકાન્ત તત્વમાં સૂત્રકાર સ્વબુદ્ધિથી પરિકલ્પિતપણાને નિષેધ કરવા માટે “રે કાચ” ઈત્યાદિ સૂત્ર કહે છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૯