Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અભિલષિત નથી. આ માટે હું મારા વિવેક—હૈય અને ઉપાદેયની
સદાએ ત્યે-પાપોથી દૂર રહું છું. જાગૃતિરૂપ ખાધ પણ મને એ કહે છે. મહાપુરૂષોની પણ એ શિક્ષા છે. માટે જેએએ આવા પાપમય સાવદ્યવ્યાપારોના અત્યાગથી પેાતાના કમેર્મના આસવનું દ્વાર અંધ કરેલ નથી તેની સાથે સંભાષણ કરવુ' પણ મને ઉચિત નથી.
શંકા—પરતિક જન પણ વનમાંરહે છે, કંદ, મૂળ, ફળ આદિના આહાર કરે છે. ગિરિ ગુફામાં અને વૃક્ષોની નીચે વાસ કરે છે, તે પછી એએ સ‘ભાષણ કરવાને અયાગ્ય કેવી રીતે માની શકાય?
ઉત્તરઃ——કં દમૂળ આદિ ખાવાથી અને વનમાં નિવાસ કરવાથી ધની પ્રાપ્તિ થાય છે એવી વાત નથી. ધર્મની પ્રાપ્તિનું કારણ જીવ અને અજીવ આદિ તત્ત્વાનુ પરિજ્ઞાનપૂર્વક નિરદ્ય આચરણ કરવું તે છે, આ તેનાથી ખનતું નથી. આ અને સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે-ગામમાં રહેવાથી, જં ગલમાં નિવાસ કરવાથી ધર્મ થાય છે” એવા નિયમ નથી, કેમ કે ધમાઁ ગ્રામ અને જંગલમાં રાખેલ નથી કે જે ત્યાં રહેવાથી મળી જાય, ધમ જીવ અને અજીવાદિ તત્ત્વાનુ પરિજ્ઞાનપૂર્વક નિરવદ્ય અનુષ્ઠાનનું આચરણ તે છે, આમ જીવરક્ષાના ઉપદેશક અને વસ્તુતત્વના જ્ઞાતા કેવલી ભગવાને વ્હેલ છે. ‘માહન’ શબ્દના અર્થ વીતરાગ, અને ‘મતિ’ શબ્દના અર્થ સંપૂર્ણ વસ્તુઓનું રિજ્ઞાન છે. આ મિતરૂપ પરિ જ્ઞાન જેને છે તે તિમાન્ કેવલી છે.
વ્રતરૂપ ત્રણ યામ કહેવાયાં છે, ૧ પ્રણાતિપાતવિરમણુ, ૨ મૃષાવાદવિરમણ, ૩ પરિગ્રહવિરમણુ. ખાકીનાં મૈથુનવિરમણુ અને અદત્તાદાનવિરમણ, આ બન્ને મહાવ્રતરૂપ ધર્મ અહિં આ માટે સ્વત ંત્રરૂપથી કહેવાયેલ નથી કે તેના અંતર્ભાવ પરિગ્રહવિરમણુરૂપ મહાવ્રતમાં કરાયેલ છે.
અથવા—અવસ્થાવિશેષોનુ નામ પણ યામ છે. તે ત્રણ છે. આઠ વર્ષથી માંડી ત્રીસ વર્ષ સુધી પ્રથમ, એકત્રીસ વર્ષથી માંડી ૬૦ વર્ષ સુધી દ્વિતીય અને તેનાથી આગળ તૃતીય.આથી એ ફળિત થાય છે કે અતિખાળ અને અતિવૃદ્ધ અવસ્થા ધર્માચરણને ચેગ્ય નથી. આ ત્રણ અવસ્થાઓમાં ધર્માચરણની સંભાવના છે.
અથવા—સંસારનું પરિભ્રમણ જેનાથી આ જીવનુ અટકી જાય છે તેનું નામ યામ છે. આવા ઐ યામ જ્ઞાનાદિક ત્રણ છે. જે વવિશેષ અથવા જ્ઞાનાક્રિક યમાં સમુધ્યમાન, ધર્મના આચરણના અવસરને અથવા મોક્ષને જાણનારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારના એ. આજન મુનિરાજ કે જે પાપજનક પ્રાણાતિપાતારૂિપ ૧૮ પાપસ્થાનામાં કષાયના દૂર થવાથી શાંત છે— આસ્રવથી નિવૃત્ત છે તે તપ અને સંયમના આચરણ આદિમાં પ્રવૃત્ત થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૩૨