Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અર્થ એ પ્રકારને છે કે દુર્વચનરૂપી કુહાડાથી છેદવામાં આવેલ પણ એ મુનિકષાયરહિત હોવાથી પાટીયાની માફક કોઈપણ પ્રકારની વિકૃતિ વિના સ્થિરચિત્ત રહે છે. એને વાસી (વાસ) શું? અને ચંદન શું? બનેમાં સમતા રહે છે. ભલે કુવાડાથી તેને કાપવામાં આવે તે પણ તેને ગુસ્સો નથી, અને ચંદનથી લેપ કરવામાં આવે તે તેને હર્ષ નથી. બનેમાં સમભાવ રહે છે.
અથવા–“ર્ચા થ” આ પણ સંસ્કૃત છાયા “ વચટ્ટી” જ્યારે આ પદની માનવામાં આવશે ત્યારે એને અર્થ એ પ્રકારે થશે કે કર્મક્ષયરૂપ જે ફળ તેજ થયું ફલક. તેનાથી સંસાર-પરિભ્રમણ-રૂપ આપત્તિમાં જે મુનિ પ્રજનવાળા છે તે ફલકાપદથી છે. મુનિજન સંસાર પરિભ્રમણરૂપ આપત્તિમાં કર્મક્ષયરૂપ ફળના અભિલાષી હેય છે. મુનિને જ્યારે પિતાના મરણકાળનો સમય જણાઈ આવે ત્યારે તે ૧૨ વર્ષની સંલેખનાથી ક્રમે ક્રમે શરીરને ઘસાવતા ઘસાવતા ભક્તપ્રત્યાખ્યાન, ઈંગિતમરણ અને પાદપપગમન આમાંથી કેઈ એક મરણથી પિતાના આત્માથી જ્યાં સુધી શરીરની પૃથકતા નથી થતી, ત્યાં સુધી શરીરને કૃશ કરતા રહે, અને સમાધિમરણથી શરીરને છેડે.
ભાવાર્થ –દારિક આદિ શરીરત્રયને અથવા ભવાપગ્રાહી ચાર કર્મોને અભાવ થતાં જ કર્મોની સાથે લાગેલા યુદ્ધનો અંત થઈ જાય છે. આ અવસ્થામાં સંગ્રામમાં વિજયશ્રી મેળવનાર વીરની માફક તે આત્મા પણ અનન્તજ્ઞાન અને અનંતદર્શનની વિજયપતાકા લહેરાવતા પાંચ પ્રકારના આચારેની પૂર્ણતાથી મુક્તિને માગે પહોંચે છે. પરિષહ અને ઉપસર્ગ મુકિત પ્રાપ્તિની તૈયારી કરવા વાળા માટે બાધક બનતા નથી. હા, એથી એટલું અવશ્ય થાય છે કે તે આત્મા કદાચ તેનો સમભાવથી સામનો કરે તે મુક્તિ પ્રાપ્તિને લાયક બાહ્ય અને અંદરના તને તપતાં તપતાં બહારમાં કુશશરીર અને અંદરથી શિથિલ-કર્મબંધવાળા બની જાય છે. આ અવસ્થામાં આત્મા કર્મોના ભારથી હલકો બની પિતે પિતાને હલકે અનુભવ કરવા લાગે છે. જેવી રીતે લાકડાનું પાટીયું આજુબાજુથી છોલાઈ જવાથી શયનાદિકાર્યોમાં ઉપયોગી બની જાય છે એ પ્રકારે તપશ્ચર્યા આદિથી આત્માના ઉપરના કર્મરૂપી નકામે કચરે જ્યારે નિકળી જાય છે ત્યારે એ પણ મુક્તિની પ્રાપ્તિમાં ઉપયોગી બની જાય છે.
મુનિને જ્યારે પિતાને મરણકાળ માલુમ થઈ જાય ત્યારે તેનું કર્તવ્ય છે કે તે ૧૨ વર્ષની સંલેખનાથી શરીરને કૃશ કરી ભક્ત પ્રત્યાખ્યાન આદિ કોઈ પણ પ્રકારથી પોતાના શરીરને ત્યાગ કરે. (સૂ૦૧૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૧ ૩