Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સપ્તમ અધ્યયનકે વિચ્છેદકા કારણ એ
વિમેક્ષ નામના આઠમાં અધ્યયનને પહેલો ઉદેશ.
પૂત નામના છઠ્ઠા અધ્યયન પછી મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનને અવસર હતું પણ તેને વિચછેદ થઈ જવાથી તે આ સમયે પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
જ્યાં સુધી શરીરને ભેદ (વિનાશ) છે, ત્યાં સુધી સંયમની પાલન કરતાં મુનિ કાલ–સમાધિમરણરૂપ કાળની ચાહના કરતા રહે. આ વાત ધૂત અધ્યયનમાં “વિજ્ઞ /રું જ્ઞાવ સરીરમેમો” આ અંતિમ સૂત્રથી કહેવામાં આવેલ છે, એ પછી મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન છે.
આ અધ્યયન, અનેક પ્રકારના ચમત્કારિક વિષયોથી-જે હેય કેટીમાં માનવામાં આવેલ છે તેનાથી–પરિપૂર્ણ હતું. શાસ્ત્રોમાં પ્રત્યેક વિષયનું, ચાહે તે હેય હોય અથવા ઉપાદેય હેય વર્ણન હોય છે. આ અધ્યયનને વાંચીને અને સાંભળીને મહાપુરૂષોએ એ અધ્યયનમાં વર્ણવેલી વિદ્યાઓને જ્ઞપરિણાથી કર્મોના બંધ કરવાવાળી જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી એને પરિહાર કરી કર્મધૂનનપૂર્વક પિતાના આત્માનું કલ્યાણ કર્યું છે.
આ અધ્યયનમાં જળમાં, સ્થલમાં, આકાશમાં, પાતાળમાં વિહાર કરાવવાવાળી વિદ્યાઓનું, પરશરીરમાં પ્રવેશ કરાવવાવાળી વિદ્યાઓનું અને સિંહ, વાઘ આદિના શરીર ધારણ કરીને પોતાના નિજરૂપના પરિવર્તન કરાવવાવાળી વિદ્યા એનું વર્ણન હતું. ગુરૂપરમ્પરાથી એવું સાંભળ્યું છે કે કેઈ એક આચાર્ય મહારાજ એ અધ્યયન પિતાના શિષ્યને એક સમય શીખવી રહ્યા હતા. આ વખતે શૌચક્રિયાની બાધા થતાં જ્યારે તેઓ શૌચનિવૃત્તિ માટે બાહેર ગયા પાછળથી શિષ્ય બાળસુલભ ચંચળતાથી એ મહાપરિજ્ઞા અધ્યયનમાં કહેલ સિંહ શરીરને ધારણ કરાવવાવાળી વિદ્યાને ઉપગ કર્યો, અને તે સિંહના સ્વરૂપમાં ફેરવાઈ ગયે. સિંહસ્વરૂપનું પરિવર્તન કરાવવાવાળી વિદ્યાના અધ્યયનથી અપ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨ ૧
૫.