Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એ ચતુર મુનિ ક્રોધ, માન, માયા અને લોભ કષાયને પરિત્યાગ કરી મોહનીય કર્મના વિનાશરૂપ સંયમમાર્ગમાં વિહાર કરે છે. એવા મુનિ જ તીર્થંકર અને ગણધર આદિ દેવ દ્વારા કર્મસંતતિથી અલગ-છિન્નબંધવાળા–અકર્મા કહેવાયા છે. આવા પ્રકારના મુનિઓ સંયમથી ભય કરતા નથી. “રુતિ ત્રવામિ
આ રીતે હું કહું છું, આગળ પણ એના વિષયમાં કહીશ.
ભાવાર્થકયું કારણ છે કે જેનાથી સંયમી મુનિજનોને સંયમથી ત્રાસ થત નથી? આ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં સૂત્રકારે આપેલ છે. તેઓ કહે છે કે જે જીવ આરંભ અને આરંભમય પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે, પરિગ્રહમાં જે મગ્ન હોય છે, અને એનામાં જ જે રાત-દિન રચ્યોપચ્યો રહે છે, વિષયોમાં ભેગેચ્છાથી જેનું અન્તઃકરણ આકાન્ત બનેલું છે, અને આ માટે જે બીજા ની વિરાધના કરવાથી ડરતો નથી, ત્રસ અને સ્થાવરને મારીને જે આનંદ માને છે; એવા નિર્દયી અને એટલે પણ ખ્યાલ નથી થતું કે અમારે આ મેં કરેલા કૃત્યોનું ફળ નરકનિદાદિક ગતિઓમાં જઈને ગવવું પડશે. કેમકે અજ્ઞાન અને પ્રબળ મોહના ઉદયથી તેને આરંભ-સમારંભાદિ કાર્યોથી ભય થતો નથી. પરંતુ જે સમજી ચુકેલા છે કે આ આરંભ સમારંભ આદિ કાર્ય ભયંકર નરક નિગેદાદિક અનર્થોનાં ઉત્પાદક છે, તેથી જે તેને ત્રણ કરણ અને ત્રણ
ગથી દ્રવ્ય-ક્ષેત્રાદિની પણ અપેક્ષાથી ત્યાગ કરી ચુકેલ છે, એવા મુનિરાજેને એ સદા ભયપ્રદ જ જણાતાં રહે છે. આ માટે આ બધા અનર્થોના ત્યાગરૂપે સંયમથી તેને ત્રાસ થતું નથી. અને એથી કષાય આદિને ત્યાગકમથી તે ધીરે ધીરે અકર્મા બને છે. એ તીર્થંકર આદિને અભિપ્રાય છે. (સૂ૦૧૦)
ગ્યારહવેં સૂત્રકા અવતરણ, ગ્યારહવાં સૂત્ર ઔર છાયા
ત્રવી”િ આ પદથી સૂચિત વક્ષ્યમાણ વિષયને સૂત્રકાર “#ચિત્ત” ઈત્યાદિ સૂત્રથી પ્રદશિત કરે છે.
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
રજૂરી : ૩
૨૧૧