Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ઇસ ઔદારિક આદિ શરીરને વિનાશકો તીર્થકરોંને સંગ્રામના અગ્ર ભાગ
ને કહા હૈ. મુનિજન જ્ઞાનાચારાદિરૂપ નૌકાકા અવલમ્બન કર સંસાર મહાસાગરકે - પારગામી હોતે હૈ પરીષહ ઔર ઉપસર્ગોસે હન્યમાન મુનિ, રાગદ્વેષરહિત અપને મરણકાલસે અભિજ્ઞ હો કર બારહ વર્ષકી સંલેખનાસે
શરીરકા સંલેખન કરકે ભક્તપ્રત્યાખ્યાન આદિમેં સે કિસી એક મરણસે અપને મરણકાલકી પ્રતીક્ષા કરેં ઇસ પ્રકારડે મુનિ સકલ કર્મક્ષય
કરકે મોક્ષગામી હોતે હૈ.
ઔદારિક, તિજસ અને કાર્પણ આ ત્રણ શરીરે અથવા ભોપગ્રાહી ચાર અઘાતિયા કર્મોના આત્યન્તિક ક્ષયને તીર્થકરેએ સંગ્રામશીર્ષ, અર્થા–અષ્ટવિધ કર્મોની સાથે સંગ્રામને અગ્રભાગ કહેલ છે. જે રીતે દ્રવ્યસંગ્રામના અગ્ર ભાગમાં શત્રુને જીતી વીર પુરૂષ પિતાના ઇચ્છિત ભેગોને પ્રાપ્ત કરે છે, આવી રીતે ભાવસંગ્રામના અગ્ર ભાગમાં કર્મરૂપી વૈરીના વિનાશથી વીર સંયમી અનંત કેવળજ્ઞાન, અનંત કેવળ દર્શનને પ્રાપ્ત કરી લે છે. એ જ રીતે મુનિ જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારરૂપી નૌકા ઉપર સવાર થઈ સંસારરૂપી સમુદ્રને પાર ઉતરનાર બને છે. પરિષહ અને ઉપસર્ગોથી ઉપદ્રત ( યુક્ત) થવા છતાં પણ તે મક્કમ રહે છે. જેવી રીતે ફલક-લાકડાનું પાર્ટીયું કુવાડાથી કે બીજા હથીયારોથી છલતાં પાતળું થઈ જાય છે, એ જ રીતે સાધુ પણ બાહ્ય અને અંદરથી તપ તપતાં તેનું શરીર દુબળુ મેરેજ રાગદ્વેષરહિત થઈ જાય છે. જેમ પાટીયું કુવાડા વિ છેલવાથી પાતળું બને છે અને ઘસવાથી લીસું થાય છે અને સૂવા માટે પાટના રૂપમાં અને લખવા–પઢવાના કામે પટ્ટીરૂપમાં ફેરવાય છે, એ જ રીતે મુનિ બાહ્ય અને અંદરના તપથી પિતે પોતાની જાતને દુબળી બનાવી દે છે.અનુકૂળપ્રતિકુળ પરિષહ અને ઉપસર્ગને જીતવાથી બહારમાં એનું શરીર અને અંદરમાં કર્મોનાં બંધન છુટી જતાં એને આત્મા હલ્કો બની જાય છે. પ્રથમ કર્મોનાં બંધનને જેટલે ભાર તેના ઉપર હવે તે દૂર થતાં અને બહારનાં બંધન પણ હટી જતાં સ્વયં પોતે પિતાને બજારહિત માને છે. ક્રમ ક્રમથી કર્મોને બેજ હલકે બને છે, અને બંધન તુટતાં તુટતાં સાવ નિર્મૂળ બને છે, ત્યારે આત્મા ખીલી ઉઠે છે. ખેદનું નામનિશાન સરખું રહેતું નથી.
અથવા–“વચઠ્ઠીની સંસ્કૃત છાયા ૪વરથાથી પણ થાય છે. એને
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૧૨