Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તા બનતુ' નથી; કેમ કે ફળ ભોગવવાથી કર્મોના સર્વથા વિનાશ થતા નથી; તપ અનેં સયમની આરાધનાથી જ જીવ કર્મોથી મુકિત મેળવે છે. અનાત્મપ્રન મુકિતના કારણથી દૂર રહે છે. મેાક્ષના સાધનાનુ સેવન-આચરણ કરતા નથી માટે ક અન્ધાથી રહિત પણ થતા નથી.
ભાવા જે પ્રકારે વૃક્ષ, શીત, વાયુ, ધૂપ, છેદન, ભેદન, ડાળને ખેંચવું કે તેને તાડવી, મરડવી આદિ પ્રકારના ઉપદ્રવાને સહ્યા કરે છે; તે પણ સ્થાવરનામકર્મના ઉદયથી પોતાના સ્થાન ઉપરથી હટી શકતું નથી. આ જ રીતે અનાત્મપ્રજ્ઞ જીવ પણ પુત્ર-સ્ત્રી ઈત્યાદિથી તિરસ્કૃત થતા હોવા છતાં, અનેક પ્રકારની આધિ-વ્યાધિઓમાં રીખાતા, રાજપુરૂષ અને ચોર વગેરેથી સર્વસ્વ લુંટાઈ જવા છતાં પણુ, માતા, પિતા, પુત્ર અને સ્ત્રી ઇત્યાદિથી અલગ પડી જવા છતાં પણ, મધુબિન્દુની પ્રાપ્તિ કરવા લાલુપ્ત ખનેલા મનુષ્યની માફક, અલ્પ સુખ અને અણિત દુઃખોથી પરિપૂર્ણ ગૃહસ્થભાવને છેડતા નથી. અને દુઃખાથી દુઃખિત થતા રહે છે, તે પણ સમસ્ત દુ:ખાની પરમ્પરાનું કારણ જે ક બન્યું છે એનાથી છૂટો થઈ શકતા નથી. ( સૂ૦ ૪ )
પ્રશ્નમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્નમ સૂત્ર ।
અનાત્મપ્રજ્ઞોને તે તે કુળોમાં જન્મ ક્યા પ્રયેાજનથી થાય છે ? આ પ્રકારની જીજ્ઞાસામાં સૂત્રકાર કહે છે. “ અદ્ પાસ ” ઈત્યાદિ !
હેયોપાદેય વિવેકરહિત મનુષ્ય જન્મ-મરણકે ચક્કરમેં પડે રહતે હૈં ।
સૂત્રકાર પૂર્ણાંકત જીજ્ઞાસાનું સમાધાન કરવા નિમિત્તે શિષ્યજનથી કહે છે કે હે શિષ્ય ! અનાત્મપ્રનોના જે ઉચ્ચ નીચ કુળોમાં જન્મ થાય છે તે એના દ્વારા પૂર્વનાં કરેલાં કર્મના વિપાકના અનુભવ કરવા માટે થાય છે. કર્મીના એ કઠિનતર વિપાકોને ભોગવતાં એ અનેક પ્રકારની દુર્દશાએથી ઘેરાઈ જાય છે. આ માટે એ દુ:ખાથી છુટકારા મેળવવાના ઈલાજ એક આજ છે કે શ્રુતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરે; કારણ કે જગતમાં જીવાનું કલ્યાણુ કરનાર આ એક જ વસ્તુ છે. ( સૂ૫ )
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬૨