Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ સુવું પડે છે. આ સ્થિતિમાં કઠોર ઘાસના સ્પર્શથી ઉત્પન્ન દુઃખાનેા તેને સામના કરવા પડે છે-એ આવા દુઃખાને સહે છે. શીતસ્પર્શ પરીષહ પણ સહે છે. ડાંસ, મચ્છર આદિજન્ય વેદનાએને પણ સહન કરે છે. આ પરીષહેામાં કાઈ કોઈ પરીષહ પ્રતિકૂળ જ હોય છે, અને કઈ કઈ અનુકૂળ પ્રતિકૂળ ઉભયરૂપ હોય છે. જેમ દશ મશકાદિ પરીષહ પ્રતિકૂળ જ છે. અને શીત ઉષ્ણ આદિ પરીષહ અનુકૂળ પ્રતિકૂળ ઉભયરૂપ છે. જે શીતસ્પશ હેમંત ઋતુમાં પ્રતિકૂળ માલુમ પડે છે. તે જ ગ્રીષ્મ ઋતુમાં અનુકૂળ લાગે છે. એ જ રીતે ઉષ્ણુ સ્પર્શી ગ્રીષ્મ ઋતુમાં પ્રતિકૂળ લાગે છે તે જ હેમન્તમાં અનુકૂળ લાગે છે. આ અપેક્ષાથી શીત-ઉષ્ણુ સ્પર્ધા વિરૂપરૂપ અનેકરૂપ બતાવવામાં આવેલ છે. આ અનેકરૂપ સ્પર્ધાને અને પરિષહરૂપ તૃણાદિસ્પર્શીને એ અચેલ સાધુ સહન કરે છે. કયા વિચારથી એ આવા દુઃખો સહે છે? આ પ્રકારની જીજ્ઞાસા હોવાથી સૂત્રકાર કહે છે –“ છાપવં ઓમયનું ’’–એ સાધુ વસ્ત્રાદિકોના લાઘવ–સક્ષેપ કરવાના અભિલાષી છે અર્થાત્ દ્રવ્ય અને ભાવ ના ભેથી લાઘવ એ પ્રકારે છે–ધર્મના ઉપકરણભૂત વસ્ત્ર આદિની લઘુતા દ્રવ્ય લાઘવ છે અને જ્ઞાનાવરણીયાગ્નિ આઠ કર્મોની લઘુતા ભાવલાઘવ છે, આ બન્નેને એ લાઘવની તરફ લઈ જાય છે. બાળમયનું ”ને સ્થાને “અવામય” આ પણ પાઠાન્તર છે; આથી એ ભાવ નિકળે છે કે એને સદા એ વિચાર રહે છે કે હું મોક્ષના અભિલાષી છું, મારી પાસે વસ્ત્રોની સદા અપતા જ રહેવી જોઈ એ, અને મારે કર્મોનું લાઘવ અવશ્ય કરવું જોઈએ. કેમ કે દુઃ ખાને સહેવાથી આઠ કર્મોના ક્ષય થાય છે.
ઉપકરણના લાઘવથી કર્મોનું લાઘવ અને કર્મોના લાઘવથી ઉપકરણનું લાધવ જાણી તૃણાક્રિસ્પર્ધા જન્ય કષ્ટોને સહુનાર તે સાધુનું તૃણુાક્રિસ્પર્શજન્ય કષ્ટ તપ-કાયક્લેશ નામનુ બાહ્યતપ છે, અને એ તેને નિર્જરા સમજી સારી રીતે સહન કરે છે.(સ્૦૩)
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા ।
આ હું મારી બુદ્ધિની કલ્પનાથી નથી કહેતા; પરંતુ ભગવાનના કહેવા અનુસાર જ કહું છું. આ વાતને પ્રગટ કરવા માટે શ્રી સુધર્માસ્વામી શ્રી જમ્મૂસ્વામીને કહે નહેચ” ઈત્યાદિ.
"6
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૫