Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મવિનાશકે લિયે ઉત્થિત મુનિ, શ્રુતચારિત્ર ધર્મ મેં સ્થિર હો કર, બલવીર્યકો નહીં છિપાતે હુએ, સભી પ્રકારકી પરિસ્થિતિ મેં નિષ્રકમ્પ, સ્થિરવાસરહિત અર્થાત્ ઉગ્રવિહારી ઔર સંયમકી ઓર લક્ષ્ય રખતે હુએ વિહાર કરે ।
એ પૂર્વોક્ત રીતથી કર્મોને હટાવવા માટે જેણે આતી દીક્ષા ધારણ કરી છે તથા જેનો આત્મા શ્રુત ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર છે-ધર્મનું આરાધન કરવામાં જે પરાયણ છે, કપટરહિત છે—પોતાનું ખળ અને વીર્યને જેણે છુપાવેલ નથી. અથવા જે રાગ અને દ્વેષથી રહિત છે, ગમે તેવા ઝંઝાવાતની સામે જેમ મેરૂ પર્વત અડગ અને અચળ રહે છે, એ રીતે ગમે તેવા ઉપસર્ગો અને પરિષહ આવવા છતાં અચળ રહે છે—વિકૃત પરિણામાથી શૂન્ય રહે છે, જે ઉન્ન વિહારી છે-સ્થિર વાસ કરતા નથી, સયમ સિવાય બહારના પદાર્થોમાં જેની માનસિક વૃત્તિ ચલાયમાન થતી નથી, એવા મુનિ સંયમરૂપ પોતાના એક લક્ષ માં સ્થિર મની વિહાર કરે. (સ્૦૭)
અષ્ટમ સૂત્રકા અવતરણ, અષ્ટમ સૂત્ર ઔર છાયા ।
આ રીતથી ચારિત્રની આરાધના કરવાવાળા મુનિ જ્ઞાનની પ્રાપ્તિ કરી મુક્ત મને છે; આ વાતને સૂત્રકાર કહે છે “ સવાય ” ઇત્યાદિ—
સમ્યગ્દષ્ટિ જીવ જિનોક્તધર્મકો જાનકર પરિનિવૃત હો જાતા હૈ ।
સમ્યક્દર્શનસંપન્ન મુનિ હિંસાદિક દોષોથી રહિત શુદ્ધ એવા જિનેન્દ્ર દ્વારા પ્રતિપાદિત શ્રુતચારિત્રરૂપ ધર્મને સમ્યજ્ઞાનથી જાણીને પરિનિવૃત થઈ જાય છે, અર્થાત્ પોતાના સકળ કર્મોના સમૂળ વિનાશ થતાં પ્રગટેલા શુદ્ધ આત્મસ્વરૂપના કારણે કોઈ પ્રકારની ખાધારહિત અમન્ત્ર ( પારાવાર ) આનă સપન્ન થઈ જાય છે. સમ્યગ્દર્શનસ પન્ન મહામુનિ જીનેન્દ્રદેવે ધર્મની સમ્યાનપૂર્વક આરાધના કરવાથી સઘળા કર્મોથી રહિત ખની જાય છે અને અવ્યાબાધ સુખના લેાક્તા ખને છે. (સ્૦૮)
કહેલા
શ્રી આચારાંગ સૂત્ર : ૩
२०८