Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ ઉદેશકે સાથ પ્રશ્ચમ ઉદેશકા સમ્બન્ધ–કથના પ્રથમ
અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા
સૂત્રકા
છ અધ્યયનને પાંચમો ઉદ્દેશ છઠ્ઠા અધ્યયનના ચેથા ઉદ્દેશમાં સૂત્રકારે ત્રણ ગૌરવના ત્યાગને ઉપદેશ આપેલ છે. તે ઉપદેશમાં ચતુર્થો દેશકથિત અર્થને ઉપસંહાર કરતાં તેઓએ
વીરે જરા ગામેf vમે”િ આ વાક્યથી “મુનિયેએ તીર્થંકર પ્રભુના ઉપદેશ અનુસાર રહેવું જોઈએ.” તે સમજાવ્યું છે. આ ત્રણ ગૌરવને ત્યાગ પરિષહ, ઉપસર્ગ, માન-અપમાનને સહ્યા વિના પૂર્ણરૂપથી બનતું નથી. તેથી આ વિષયને સમજાવવા માટે આ પાંચમાં ઉદ્દેશને પ્રારંભ કરેલ છે. આમાં સર્વપ્રથમ સૂત્રકાર પરિષહ અને ઉપસર્ગ કયાં કયાં સંભવિત બને છે એ વાત દેખાડવા માટે “રે વિ ” ઈત્યાદિ સૂત્ર કહે છે.
ઉન મુનિયોંકો અનેક સ્થાનોંમેં અનેક પ્રકારકે ઉપસર્ગ પ્રાપ્ત હોતે હૈં, ઉન
ઉપસર્ગો કો વે મુનિ અચ્છી તરહ સહેં !
આહારાદિ ગ્રહણ કરવા નિમિત્ત જતાં મુનિજનને ઘરમાં–ઉચ્ચ, નીચ અને મધ્ય કુળોમાં ઘરની આસપાસમાં, ગામમાં, ગામની આસપાસમાં, નગરમાં, નગરની આસપાસમાં, તથા એક ગામથી બીજા ગામમાં વિહાર કરનાર મુનિને મગધાદિક જનપદમાં, જનપદની સીમા-હદમાં, ઉપલક્ષણથી બગીચામાં, બગીચાની આસપાસમાં તથા સ્વાધ્યાય કરવાવાળા મુનિને વિહાર ભૂમિમાં, શૌચાદિની નિવૃત્તિ માટે જતાં અથવા આવતાં સાધુને વિચારભૂમિ-નગરની બહાર જંગલ (વન) આદિ પ્રદેશમાં, કેટલાક દુષ્ટ મનુષ્ય કે જેનું ચિત્ત કષાયથી મલિન બનેલ છે–આકુળવ્યાકુળ બનેલ છે; ઉપસર્ગ અને પરિષહ કરનાર હોય છે. અથવા વાત, પિત્ત અને કફજનિત દુઃખવિશેષ અને તૃણસ્પર્શ, દંશમશક, શીત ઉષ્ણ આદિ જનિત દુઃખ પણ એમને કોઈ કઈ વખત દુખિત કરતા રહે છે. આ માટે એવા પરિષહ અને ઉપસર્ગ વગેરેથી સતાવેલ અને ઉપદ્રવિત કરાએલ એ રાગદ્વેષરહિત સમ્યગ્દષ્ટિ મુનિજન અèભ્ય બનીને તે વાતાદિ દોષ જનિત અથવા તૃણ સ્પર્શાદિથી થવાવાળા દુઃખવિશેષને સહન કરે. ગભરાય નહિ. એ સમયે એ એવું જ વિચારે કે જે પ્રકારે કર્મના ઉદયથી નરક આદિના દુઃખોને મેં અનેક વખતે સહન કરેલ છે, એ જ રીતે એ બધાં મારા કર્મોના ઉદયરૂપ છે. આ માટે મારે પણ તેને મધ્યસ્થભાવથી સહન કરવાં જોઈએ. એવો નિશ્ચય કરી સારી રીતે આકુલતારહિત એને સહે. સમતાને પ્રાપ્ત જેનું દર્શન છે એનું નામ સમ્યગ્દષ્ટિ છે. (સૂ૦ ૧)
શ્રી આચારાંગ સૂત્ર ૩