Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તૃતીય ઉદેશકે સાથ ચતુર્થ ઉદેશકા સંબંધકથન, પ્રથમ સૂત્રકા અવતરણ,
- પ્રથમ સૂત્ર ઔર છાયા.
છઠા અધ્યયનને ચોથો ઉદ્દેશ. આ અધ્યયનના ત્રીજા ઉદેશમાં સાધુએ ઉપકરણ તરફ મમત્વ રાખવું ન જોઈએ આ વાત સમજાવવામાં આવી છે. આ મમત્વનો ત્યાગ, જે ત્રણ ગૌરવથી ભરપૂર છે તેનાથી સારી રીતે થઈ શકતું નથી. માટે તે ત્રણ ગૌરવને ત્યાગ કરાવવા માટે આ ચતુર્થ ઉદ્દેશને પ્રારંભ કરતાં સૂત્રકાર કહે છે-“gi તે સિ ” ઈત્યાદિ.
આચાર્યદ્વારા પરિશ્રમપૂર્વક શિક્ષિત કિયે ગયે ઉન શિષ્યો મેં સે કિતનેક અહંકારયુક્ત હો કર ઉપશમનો છોડ ગુરૂજનોકે સાથ ભી કઠોર વ્યહવહાર
| કરતે હૈ |
જે પ્રકારે પક્ષી પિતાના બચ્ચાને પાળી પિષીને મોટું કરે છે એ રીતે સમ્યજ્ઞાની તીર્થંકર અને ગણધર આદિ દ્વારા પણ આચારાંગ સૂત્ર ઈત્યાદિ પાઠનકમથી શિષ્યજન દિનરાત ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આ બને શિક્ષાઓથી શિક્ષિત બનાવવામાં આવે છે. શિષ્યની દીક્ષાને સમય જ્યારે ત્રણ વર્ષનો થઈ જાય ત્યારે તેને આચારાંગ સૂત્ર આદિ સૂત્રોનું કમથી અધ્યયન કરાવવું જોઈએ. પણ જે આ સમયની અંદર તેની કાંખમાં વાળ ઉગવા લાગે તો આ કાળ પહેલાં આચારાંગ આદિનું અધ્યયન કરાવી શકાય છે. કમ ક્રમથી સૂત્ર, અર્થ અને સાથોસાથ સૂત્ર અર્થનું અધ્યયન શિષ્યને કરાવવું જોઈએ, આનું નામ ગ્રહણશિક્ષા છે. સાધુસામાચારીનું પાલન કરવાની શિક્ષા દેવી જોઈએ ? આનું નામ આસેવનશિક્ષા છે. આમાં કોઈ કોઈ શિષ્ય તીર્થંકર અથવા આચાર્યોની પાસેથી શ્રતજ્ઞાન પ્રાપ્ત કરી જ્યારે સારા જ્ઞાની બની જાય ત્યારે જ્ઞાનને ગર્વ કરવા લાગી જાય છે, અને એ અભિમાનથી અંધ-ઉન્મત્ત બની શાંતિભાવને પણ પરિત્યાગ કરી દે છે. આ અવસ્થામાં તે પ્રબળ મોહના ઉદચથી ગુરૂથી પ્રાપ્ત થયેલ ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી અને મદના નશામાં બેભાન જેવા બની જઈ ઉપકારી ગુરૂજનની સાથે પણ વાદવિવાદરૂપી કઠોર વ્યવહાર કરવા લાગે છે. તેવા પલ્લવગ્રાહિપાંડિત્યવાળા શિષ્યજન ગર્વોન્મત્ત બની અહંકારથી ફુલાઈ જઈ સૂત્રોની વાચના અથવા પ્રચછના આદિના સમયે એવું કહી દે છે કે “આપ જે કાંઈ કહે છે એ ઠીક નથી, આ શબ્દને આ અર્થ નથી.” “હું જે કાંઈ કહું છું તે બરોબર છે. એ જ સુંદર સિદ્ધાન્ત છે, શબ્દ અને અર્થને નિર્ણય મારા જે કઈ કરી શકે છે! કોઈ નહિ ઈત્યાદિ રૂપથી અભિમાનયુકત વચન બેલે છે. (સૂ૦૧)
શ્રી આચારાંગ સૂત્રઃ ૩
૧૯ ૨