Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેમે કમે મહામુનિ બને છે. આ પ્રકારે આ સઘળે વિષય પ્રતિપાદિત થયો છે; માટે હે શિષ્ય! તમે આ વિષયનું સારી રીતે પિતાના હૃદયમાં ચિન્તવન કરતા રહો. “રુતિ ત્રવી”િ આ પદેનું વ્યાખ્યાન પૂર્વમાં (અગાઉ) કહેવાઈ ગયું છે.
ભાવાર્થ–તીવ્ર-વૈરાગ્યસંપન્ન આત્મા પિતાના સંબંધી જનદ્વારા કહેવામાં આવેલા મમતાભર્યા–અનુનય વિનયને લક્ષમાં ન લેતાં પોતાના દઢ અધ્યવસિત કાયરની પૂર્તિ કરવામાં જ તલ્લીન બને છે. સંસારના કોઈ પણ પદાર્થ એને પછી લેભાવી તેના લક્ષથી દૂર કરી શકતું નથી. ઘર એને લેભાવી નથી શકતું. ઘર તે એને જેલખાના જેવું લાગે છે. સઘળાં સંબંધી જન સ્વાથી અને અશરણું છે તે તેને ભાસ થાય છે. એક આરાધિત ધર્મને જ તે પોતાનો રક્ષક અને સહાયક માને છે. એની આરાધનામાં તે પોતાનું બધું છાવર કરી દે છે, સાધારણ મુનિ અવસ્થાથી માંડી ઇનક૯પી સાધુ અવસ્થા સુધીની કિયાએની આરાધના કરતાં તે ભાગ્યશાળી મહામુનિની કેટીમાં જઈ બેસે છે. (સૂ૦૧૫)
છઠ્ઠા અધ્યયનનો પહેલો ઉદ્દેશ સમાપ્ત . ૬-૧ છે
પ્રથમ ઉદેશ સાથ દ્વિતીય ઉદેશકા સમ્બન્ધકથન : પ્રથમ સૂત્રકા
અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયામાં
છઠ્ઠી અધ્યયનને બીજો ઉદ્દેશ. આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં માતા-પિતા વગેરે સ્વજનેના સાથેના સંબંધને પરિત્યાગ પ્રગટ કરાયેલ છે. પરંતુ એ પરિત્યાગ કર્મોના વિનાશ વગર સફળ બની શકતું નથી. આ માટે કર્મોના વિનાશને માટે આ બીજા ઉદ્દેશના કથનને સૂત્રકાર પ્રારંભ કરે છે. એમાં સહુ પ્રથમ તે એ વાતનું નિરૂપણ કરે છે કે જેણે ચારિત્રની પ્રાપ્તિ તો કરી લીધી છે; પરંતુ પ્રબલ ચારિત્રમોહનીયના ઉદયથી એ ગૃહીત ચારિત્રને પરિત્યાગ પણ કરી દીધું છે, તે આથી એના સંસારના પરિભ્રમણને વિશ્રામ મળી જાય છે, આ વાત નથી! આ વિષયને સમજાવવા માટે સૂત્રકાર કહે છે “ ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૭૩