Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
આસન્નભવ્ય હોવાથી મોક્ષની પ્રાપ્તિ જેને નિકટ સમયમાં થવાવાળી છે, એ કઈ પણ રીતથી ક્યાંયથી પણ ચારિત્રધર્મની પ્રાપ્તિ કરી, લઘુકર્મવાળા હોવાને કારણે ચારિત્રધર્મને પાળવામાં વર્ધિત પરિણામવાળા હોય છે, અને સિદ્ધિપદને પ્રાપ્ત કરી લે છે. આ વાત સમજાવવા માટે સૂત્રકાર કહે છે. “અ ઈત્યાદિ.
કિતનેકમનુષ્ય સંયમી હો કર, સંયમ ગ્રહણકે કાલસે લે કર સંયમાનુષ્ઠાન મેં સર્વદા તત્પર રહતે હૈ. એસે મહામુનિ હી કર્મધૂનનમેં સમ્યફ પ્રકારસે
| પ્રવૃતિ-શીલ હોતે હૈ !
અથ શબ્દનો અર્થ અનન્તર છે, જેનું તાત્પર્ય એ છે કે જે ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરી કેઈ કારણવશ તેને પરિત્યાગ કરી દે છે, એની શું દુર્દશા થાય છે. એ તે પ્રગટ કરી દેવામાં આવી છે. હવે જે ચારિત્રને માવજજીવન પાળે છે તેના વિષયમાં અહિં કહેવામાં આવે છે.
જે કઈ આત્માથી મૃતચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરી તેની પ્રાપ્તિના સમયથી માંડીને જીવનપર્યત પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં સાવધાન રહે છે. પરિષહ ઉપસર્ગ આવવાથી ચારિત્રથી વિચલિતચિત્ત નથી થતા, તથા કામગથી જે સદા વાછા–રહિત બને છે એવા જે દઢતાપૂર્વક ગ્રહણ કરેલ તપ અને સંયમનું અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞામાં અવિચલિતચિત્ત હોવાથી એવા વંદનીય મુનિ અને જે સમસ્ત વિષયભોગોને તથા ઈચ્છાઓને અનન્ત દુઃખેના કારણરૂપ જ્ઞપરિણાથી જાણી અને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને છેટેથી જ પરિત્યાગ કરી વીતરાગકથિત નિર્મળ ચારિત્રની આરાધના કરે છે. ચારિત્ર પ્રાપ્ત કરી સમસ્ત વિશ્વમાં વૃદ્ધિભાવને પરિત્યાગી જે છે, એ જ મુનિ છે. અને એ જ કર્મોની રજ દૂર કરવામાં ઉડાડવામાં સારી રીતે પ્રવૃત્ત હોય છે. એના સિવાય અન્ય-બીજા કાયર નહિ. (સૂ૦૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા |
તથા “શરૂમ ” ઈત્યાદિ !
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧૭૬