Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આર્ત ઔર બહુ દુઃખ યુક્ત અજ્ઞાની મનુષ્ય, અનેક વિધ દુષ્કર્મ કરકે સોલહ પ્રકારને રોગ આતંકકે ભાગી હોતે હૈ, ઔર ફિર વે ઉન રોગોંકી
ચિકિત્સાનિમિત્ત એકેન્દ્રિયાદિ જીવકી હિંસા કરતે હૈ
ભાવાર્થ-શરીરમાં જ્યારે કેઈ વિશેષ વ્યાધિ થઈ જાય છે અને ઉપાય કરવા છતાં પણ જ્યારે એની શાંતિ થતી નથી ત્યારે રેગીના ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઉઠવા લાગે છે. આ સંકલ્પ-વિકલ્પના કુંડાળામાં પડેલે એ રોગી ક્યારેક પોતાના અપાયની ચિન્તાથી ઘેરાઈ જાય છે, કયારેક આ બધાને છોડીને મારે જવું પડશે–આ પ્રકારની દુર્ભાવનાથી વ્યાકુળ બને છે. હાય ! હવે શું કરું ? કયાં જાઉં? આ દુઃખ હવે સહેવાતું નથી. મારી જાઉં તે ઘણું સારું. આ રીતે બેલતાં આ રૌદ્ર ધ્યાનમાં પડી જાય છે. આ સ્થિતિમાં પડેલા એ જીવને જે કોઈ પણ ઉપાય બતાવવામાં આવે છે તે એ ઉપાયના કરવામાં કટિબદ્ધ બને છે. દેહથી જીવનું અત્યંત મમત્વ હોવાથી દેહની પીડાથી એ રોગને મટાડવા અનેકાનેક હિસાજન્ય કાર્ય કરે છે. કર્તવ્ય શું છે? અને અકર્તવ્ય શું? એને નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે. આ હાલતમાં કોઈ એને એવું કહે કે અમુક પશુનું બલિદાન દેવાથી આ રોગ મટી જાય તે તે એ જીવની પણ હિંસા કરવાનું ચુકતું નથી. શરીરની પુષ્ટિને કારણે અજ્ઞાની જીવ આ પ્રકારે અન્ય જીવોની હિંસા કરવામાં ઘણા કરતા નથી.(સૂ૦૧૧)
બારહત્વે સૂત્રકા અવતરણ, બારહવાં સૂત્ર ઔર છાયા
“ના” ઈત્યાદિ સૂત્રદ્વારા આચાર્ય મહારાજ શિષ્યને ઉપદેશ આપતાં કહે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૬૭