Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પદાર્થનું જ અવલમ્બન થાય છે. આ વિષયને વિશેષ રીતથી સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર-“કતિત્તત્ર ન કવિકહે છે. નત્તિ –મનનં નત્તિ –વિચાર કરવાનું નામ મતિ છે–આ મતિરૂ૫ માનસિક વ્યાપાર કે જેમાં પદાર્થોના ચિન્તવન તરફ માનસિક ધારા દેડતી રહે છે તથા જેના ઔત્પત્તિકી આદિ ચાર ભેદ છે એ સિદ્ધદશાને અનુભવ કરવાવાળી બની શકતી નથી, કેમ કે તેવી દશામાં સંકલ્પવિકલ્પરૂપ ક૯પનામાત્રને પણ અવસર નથી. જે કર્મોથી યુક્ત છે તેવા આત્માઓને મુક્તિને લાભ થતું નથી–આ વાત બતાવવા નિમિત્ત સૂત્રકાર “રોઝ: ” ઈત્યાદિ ! કહે છે. જે સકલ કર્મના મળથી રહિત બનેલ છે એવા આત્માઓ મોક્ષ સુખને અનુભવ કરનાર હોય છે. અર્થા–કર્મના મળથી બંધાએલ આત્માઓ એ સુખથી સદા વંચિત જ રહ્યા કરે છે. અપ્રતિઠાન શબ્દનો અર્થ મોક્ષ છે. કેમ કે ઔદારિક આદિ શરીરેનો અને કર્મોને સદ્ભાવ એ અવસ્થામાં રહેતું નથી. આ મેક્ષ કે જે અવ્યાબાધ-સુખ-સ્વરૂપ છે તેને અનુભવ કર્મોથી મલિન આત્માએ કઈ રીતે કરી શકે. અવ્યાબાધસુખરૂપ મેક્ષને અનુભવ નિર્મળ જ્ઞાન વિના થતું નથી. સંસારી આત્માઓમલિન જીવેને આ નિર્મળ બેધની પ્રગટતા છે જ નહિ. આની પ્રગટતા તો એને જ થાય છે જે કર્મમળકલંકથી નિમુક્ત થયા છે. ખેદજ્ઞ શબ્દમાં સ્થિત ખેદ શબ્દને અર્થ અહિં પ્રકરણથી અનુભવરૂપ ગ્રહણ કરેલ છે. એવી મુક્તિ અવસ્થામાં રહેવાવાળા આત્મા ન દીર્ઘ–વિસ્તૃત હોય છે, ન લાંબા હોય છે, ન નાના હોય છે, ન ગોળ હોય છે, ન ત્રિકોણ હોય છે, ન ચતુષ્કોણ હોય છે, ન પરિમંડળ એટલે ગોળાકારવાળા હોય છે, ઉપલક્ષણથી જેટલા પણ બીજા આકાર હોય છે તે આકારવાળા પણ નથી. આ આકાર-વિષયના અભાવનું કથન પરિણામને લઈ કહેલ છે, હવે વર્ણ આશ્રયે સૂત્રકાર કહે છે કે મુક્તિમાં રહેલ આત્મા ન કાળા હોય છે, ન લીલા હોય છે, ન લાલ હોય છે, ન પીળા હોય છે, અને ન તો સફેદ હોય છે, ત્યાં વિશુદ્ધ આત્મા ન સારી સુગંધવાળા હોય છે, ન દુર્ગધવાળા હોય છે, મરચાં ઈત્યાદિની માફક ન તીખા રસવાળા હોય છે, લીમડા વિ. ની માફક ન કડવા રસવાળા હોય છે, હરડે ઈત્યાદિની માફક ન કષાયરસવાળા હોય છે, આમલી ઇત્યાદિની માફક ન ખાટા રસવાળા હોય છે. અને સાકરની માફક ન તે મીઠા રસવાળા હોય છે. આજ રીતે ત્યાં ન કઠેર સ્પર્શ હોય છે, ન કોમળ સ્પર્શ હોય છે, ન લઘુ સ્પર્શ હોય છે, ન ભારી સ્પર્શ હોય છે, ન શીતળ સ્પર્શ હોય છે, ન ઉષ્ણુ સ્પર્શ હોય છે, ન સ્નિગ્ધ સ્પર્શ હોય છે, ન ચીકણે સ્પર્શ હોય છે, અને ન તે લુખો સ્પર્શ હોય છે. કાપતલેશ્યા પણ ત્યાં નથી થતી. લેશ્યાઓમાં કાપતલેશ્યા મધ્યમાં આવેલ હોવાથી એના પ્રહણથી આદિ અને અન્તની વેશ્યાઓનું પણ ગ્રહણ થાય છે. જેથી એ સમજવું જોઈએ કે એ સ્થળે છએ લેશ્યાઓને સદ્દભાવ નથી. એ ઔદારિક આદિ પાંચ શરીરમાંથી કોઈ પણ શરીરને સદ્ભાવ ન હોવાથી તેઓ અકાય બને છે. કર્મરૂપી બીજને સર્વથા પ્રક્ષય થઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫ ૨