Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દ ઘટ અને પ્રતિપાદક હોવાથી એનામાં પરસ્પર વાવાચક સંબંધ સુઘટિત બને છે. આ પ્રકારે આ દિશામાં પ્રવૃત્તિના નિમિત્તભૂત શબ્દાદિક ઉપલબ્ધ નથી બનતા. કારણ કે જે પણ શબ્દ ત્યાં પ્રવૃત્ત હેાય તે એના સંપૂર્ણ ધર્મના સ્વરૂપનું યુગપત્ (એકીસાથે) પ્રતિપાદન કરી શકતા નથી. ધ્વની કમવાર થાય છે અને કુમ કુમથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. જે સ્વરૂપનું પ્રતિપાદન એના દ્વારા થાય છે એ જ આ સ્વરૂપ એનું નથી હોતું, એ તે એના પ્રતિપાદ્ય વિષય એકદેશ પડે છે. તાવસ્વરૂપ માત્ર તે એ વસ્તુ નથી, આથી અનંત ધર્માત્મક હોવાથી એનું સંપૂર્ણ રૂપથી કથન એક ધર્મવડે શબ્દાદિદ્વારા થઈ શકતું નથી. પ્રમાણથી થઈ જશે?—આ પ્રકારની આશંકાને ઉત્તર આ છે કે પ્રમાણનું કથન સ્વાનુભવગમ્ય છે, એ વચનથી કહેવાઈ શકતું નથી. જે વચનથી કહ્યું જાય છે તે યરૂપ બને છે. આ અપેક્ષાથી અહિં સિદ્ધદશાને અવશ્ય કહેલ છે. એમ તે સિદ્ધ અવસ્થાના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રકારોથી જેટલું પણ બન્યું છે, તે કરેલ છે પરંતુ અહીં તેને અવ્યક્ત કહેલ છે એને ભાવ ફકત એટલેજ છે કે પદાર્થના વાસ્તવિક સમસ્ત સ્વરૂપ શબ્દ દ્વારા પ્રતિપાદિત થઈ જ ન શકે. કેવલીઓએ પિતાના કેવલજ્ઞાનથી પદાર્થનું જે સ્વરૂપ જાણેલ છે, એના અનન્તમા ભાગની એમણે પોતાના દિવ્યધ્વનિ દ્વારા સભા વચ્ચે પ્રરૂપણ કરી છે. જેટલા અંશની પ્રરૂપણ કરી છે એનાથી અનન્તમા ભાગની ધારણા ગણધરોના જ્ઞાનમાં થઈ છે. જેટલી ધારણા થઈ છે એથી અતખ્તમા ભાગની એમણે રચના કરી છે. આ અપેક્ષાથી પણ સિદ્ધ અવસ્થાનું સમસ્ત રૂપનું વર્ણન શબ્દદ્વારા નથી થઈ શકતું. આ કારણે એ સિદ્ધદશામાં તને સ્થાન નથી. તર્ક શબ્દને અર્થ ઉહાપોહ થાય છે. ઉહાપોહ એમાં હોય છે જે શબ્દનો વિષય હોય છે. શબ્દના અવિષય ભૂતમાં તર્ક નથી હતું. આ કારણે જ ટીકાકારનું એ કથન છે કે “પાર્થવિશેષોડષ્યવસાયઃ ? પદાર્થવિશેષના અધ્યવસાય સ્વરૂપ તર્ક ત્યાં થતો નથી એ સર્વથા સત્ય છે. “આ વિષય એવો છે તો એમ હશે, આ પ્રકારને કલ્પનાવિશેષ એ સ્થળે થાય છે જે શબ્દને વિષ. યભૂત હોય છે. આ “g – ઇ મ ” કલ્પનાવિશેષ સ્વયં શબ્દમય છે અને એ જ તર્ક ને આકાર છે. આથી આ પ્રકારના તર્કની પ્રવૃત્તિ એ અવસ્થામાં નથી થતી. કારણ કે-“u ચેતૂ પર્વ ચાર” આ બન્ને જગ્યાએ શબ્દવિષય
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૧