Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સપ્તમ સૂત્રકા અવતરણ, સસમ સુત્ર ઔર છાયા .
એ પૂર્વોક્ત વિષયને પુનઃ પ્રગટ કરતાં સૂત્રકાર એને “રે ” ઈત્યાદિ સૂત્ર દ્વારા ઉપસંહાર કરે છે. અથવા–“ર વી” ઈત્યાદિ પદોથી એ અવસ્થામાં દીર્ઘ વાદિ–વિશેષ–ધર્મવાચક વિશેષશબ્દોની વિષયતાને જ નિષેધ કરવામાં આવ્યું છે. સામાન્યરૂપથી શબ્દાત્મકતા આદિને નિષેધ નથી કર્યો, માટે “રે ન” ઈત્યાદિ સૂત્રથી સામાન્ય રૂપથી શબ્દાત્મકતા આદિનો ત્યાં નિષેધ કરતાં સૂત્રકાર કહે છે –
મુક્તાત્મા જીવોંકા વર્ણના
એ મુક્ત આત્મા ને શબ્દસ્વરૂપ છે, ન તે રૂપસ્વરૂપ છે, ન ગંધસ્વરૂપ છે, ન રસસ્વરૂપ છે, અને ન તો સ્પર્શ સ્વરૂપ છે. આ પ્રકારે ન શબ્દ સામાન્ય સ્વરૂપ છે, અને ન રૂપ, રસ તથા ગંધ આદિ સામાન્ય સ્વરૂપ છે. જ્યાં સામાન્ય ધર્મને જ અભાવ છે ત્યાં આગળ હસ્વ આદિ વિશેષશબ્દવિષયતા તથા નીલ, શકલ આદિ વિશેષરૂપતા કઈ રીતે આવી શકે ? અર્થાત્ આવી શકતી નથી. આ માટે સામાન્ય અને વિશેષ રૂપથી શબ્દ આદિની પ્રવૃત્તિના નિમિત્તને અભાવ હોવાથી જ એ મુક્તદશા કોઈ પણ પ્રકારે કહી શકાતી નથી. “તિ વી”િ આનો અર્થ પ્રથમ અધ્યયનમાં એ કહ્યા પ્રમાણે જાણી લેવું જોઈએ (સૂ૦૭)
આ અધ્યયનને ઉપસંહાર પદ્યથી કરવામાં આવે છે. મધ્ય ઈત્યાદિ.
(૧) પહેલા ઉદ્દેશમાં-પ્રાણીઓની હિંસા કરવાવાળા અને વિષયોને માટે સાવધ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાવાળાને મુનિ ન કહેવાય. તેમજ વિષયને માટેજ વિચરણ કરવાવાળા અને એમાં લવલીન ચિત્ત થયેલા પણ મુનિ ધર્મથી રહિત છે. (૨) બીજા ઉદેશમાં–હિંસાદિ પાપસ્થાનેથી નિવૃત્ત જ મુનિ હોય છે. (૩) ત્રીજા ઉદ્દેશમાં–જે પરિગ્રહથી વિરત છે અને કામગથી રહિત છે એ જ વિરક્ત મુનિ છે. (૪) ચોથા ઉદેશમાં–અગીતાર્થ મુનિએ એકાકી થઈ વિહાર કરે ન જોઈએ, કેમ કે આ પ્રકારના વિહારથી એને અનેક વિનો આવે છે. (૫) પાંચમા ઉદેશમાં-મુનિએ કહ (સરોવર)ની સમાન થવું જોઈએ. મન, વચન અને કાયાથી વિરક્ત બનવું જોઈએ. સ્ત્રી આદિના સંગથી દૂર રહેવું જોઈએ, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રના ધારક બનવું જોઈએ. સંશય આદિ દેષોથી રહિત થવું જોઈએ. (૬) છઠ્ઠા ઉદ્દેશમાં–ઉન્માર્ગગમન, રાગ અને દ્વેષને ત્યાગ કરી દેવો જોઈએ. આ આચારાંગસૂત્રના લોકસાર નામના પાંચમા અધ્યયનની આચાર
ચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૫